લેપટોપ-મોબાઈલની આ છે સાઈડ ઇફેક્ટ

લેપટોપ-મોબાઈલની આ છે સાઈડ ઇફેક્ટ

કોરોનાકાળમાં વર્કફ્રોમ હોમને કારણે મોબાઇલ અને લેપટોપનો ઉપયોગ વધી ગયો છે. જેના કારણે આપણે દિવસભર મોબાઇલ અને લેપટોપ તરફ માથું નમાવીએ છીએ. ઑસ્ટ્રેલિયાના શિરોપ્રેક્ટર્સના સંગઠને નવા સંશોધનમાં દાવો કર્યો છે કે, જો આપણે આ પ્રકારના ડિવાઇસનો વધુ ઉપયોગ કરીએ છીએ તો ગરદન અને પીઠમાં સમસ્યા થઇ શકે છે. વૈજ્ઞાનિકોએ તેને 'ટેક નેક' નામ આપ્યું છે.

આપણે આ સ્થિતિમાં કરોડરજજુની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે, ઑસ્ટ્રેલિયાના કરોડરજજુના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યારે આપણે ગરદન 60 ડિગ્રી ઝુકાવીએ છીએ ત્યારે કરોડરજ્જુ પર 27 કિલો વજન આવે છે.

ઓફિસમાં સતત કામ કરવું પણ જોખમકારક

સિડનીના લેખિકા ટ્રુડી ચિપ જણાવે છે કે, ઓફિસમાં દરરોજ 12 કલાક સુધી સતત કામ કરવામાં આવે તપ ગરદનની સ,સમસ્યા થઇ શકે છે. માથાનો દુખાવો પણ રહે છે. જો અઠવાડિયાંમાં 70 કલાક સુધી કામ કરવામાં આવે તો અનેક બીમારીનો ભોગ બની શકાય છે.

ટ્રુડીએ કરોડરજ્જુના નિષ્ણાતોની સલાહ પર આઠ અઠવાડિયા સુધી કરોડરજ્જુ અને ગરદન પર અભ્યાસ કર્યો હતો. ઓફિસમાં બેસવાની સ્થિતિમાં ફેરફાર અને સ્ટ્રેચ કરવામાં આવ્યું હતું. આ બાદ કરોડરજ્જુની સ્થિતિ બરાબર થઇ હતી.

ગરદનનો દુખાવો અને સોજો સામાન્ય

ઓસ્ટ્રેલિયામાં પુખ્ત વયના લોકો પરના સંશોધન મુજબ, 42% પુખ્ત વયના લોકો ગરદનના દુખાવાથી ત્રસ્ત હતા. તો બીજી તરફ આટલી સંખ્યામાં લોકો ગરદન જકડાઈ જવાની સમસ્યાથી પીડાતા હતા.36% લોકોને માથાનો દુખાવો હતો અને 25% લોકો માઈગ્રેનથી પીડિત હતા. લગભગ ત્રીજા ઓસ્ટ્રેલિયન વયસ્કોએ કહ્યું કે તેઓ દર કલાકે 5 થી 30 વખત તેમના ફોનનો ઉપયોગ કરે છે. તો 10 પૈકી એક નાગરિકે સ્વીકાર્યું હતું કે, તેઓ આ 40 વખત મોબાઈલનો ઉપયોગ કરે છે.

તો જે લોકો સતત બેસી રહે છે તેમને દર 30થી 60 મિનિટના અંતરે જગ્યાએથી ઉઠીને આંટો મારવા માટેનું કહેવામાં આવ્યું હતું. તો યુવાનોએ જણાવ્યું હતું કે, તેઓ આ સલાહનું પાલન કરતા નથી. તો જે લોકો વર્કફ્રોમ કરી રહ્યા છે તે પૈકી 41% લોકોએ દર કલાકે બ્રેક લીધો હતો.

Read more

જૂનાગઢના ઘેડ પંથકમાં નદીઓના પાણીએ તારાજી સર્જી

જૂનાગઢના ઘેડ પંથકમાં નદીઓના પાણીએ તારાજી સર્જી

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં બુધવારે વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે જૂનાગઢના ઘેડ પંથકના ગામડાઓમાં આ વર્ષે પણ જળબંબાકારની સ્થિતિ સર્જા

By Gujaratnow
પદ્મ પુરસ્કારો માટે પાંચ ખેલાડીઓની ભલામણ?

પદ્મ પુરસ્કારો માટે પાંચ ખેલાડીઓની ભલામણ?

રમતગમત મંત્રાલયે પદ્મ પુરસ્કારો માટે પાંચ ખેલાડીઓના નામ સૂચવ્યા છે. આ ખેલાડીઓમાંથી ચાર, મનુ ભાકર, સરબજોત સિંહ, સ્વપ્નિલ કુશલે અને અમન સેહરા

By Gujaratnow
ભારતને ચૂંટણી માટે અમેરિકા તરફથી ભંડોળ મળ્યું ન હતું

ભારતને ચૂંટણી માટે અમેરિકા તરફથી ભંડોળ મળ્યું ન હતું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે. ફેબ્રુઆરીમાં તેમણે એમ કહીને હંગામો મચાવ્યો હતો કે અમેરિકાની સહા

By Gujaratnow