હવામાં જ પગ કાતરની જેમ ફેરવ્યા, અને ગોલપોસ્ટ જોયા વિના જ ગોલ

ફિફા વર્લ્ડ કપમાં બ્રાઝિલ અને સર્બિયા વચ્ચે રમાયેલી રોમાંચક ફૂટબોલ મેચમાં રિચાર્લિસને 11 મિનિટમાં જ બે ગોલ કરીને બ્રાઝિલની જીત નિશ્ચિત કરી દીધી હતી. બ્રાઝિલે સર્બિયાને 2-0થી હરાવ્યું, પરંતુ આ મેચમાં આકર્ષણનું કેન્દ્ર હતું રિચાર્લિસનનો બીજો ગોલ. એ ગોલ તેણે બાઇસિકલ કિક ફટકારીને કર્યો હતો. મેચ પછી તેણે ભાવુક થઇને કહ્યું કે ખૂબ દુઃખની વાત છે કે, બ્રાઝિલમાં મારા રાજ્ય અમાપાના લોકો મને ગોલ કરતો ના જોઇ શક્યા. ત્યાં બે સપ્તાહથી વીજળી જ નથી. હું મારા બંને ગોલ અને જીત તેમને સમર્પિત કરું છું.
પિતા મિસ્ત્રી હતા, માતા કુલ્ફી વેચતી, આજે વર્ષે રૂ. 592 કરોડની કમાણી
પાંચ ભાઇ-બહેનમાં સૌથી રિચાર્લિસનને ફૂટબોલનું ઝનૂન પિતા પાસેથી વારસામાં મળ્યું છે. પરિવારની કમાણી ઓછી હતી, એટલે માતા કુલ્ફી વેચતી. માતા-પિતાએ રિચાર્લિસનની ફૂટબોલ ટ્રેનિંગ સાત જ વર્ષની ઉંમરે શરૂ કરાવી દીધી હતી.