આજથી જ છોડી દો તમારી આ ખરાબ આદતો! લાંબા સમય સુધી રહેશો 'જવાન અને ફિટ'

આજથી જ છોડી દો તમારી આ ખરાબ આદતો! લાંબા સમય સુધી રહેશો 'જવાન અને ફિટ'

હેલ્ધી અને ફિટ રહેવા માટે હેલ્ધી લાઈફસ્ટાઈ ખૂબ જ જરૂરી છે. ત્યાં જ હેલ્ધી લાઈફસ્ટાઈલ એક્સેપ્ટ કરવાનો નિર્ણય કોઈ પણ ઉંમરમાં લઈ શકાય છે. જી હાં આવું કરીને તમે પોતાની લાઈફસ્ટાઈલને વધારે સારી બનાવી શકો છો. તેના માટે તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

હેલ્ધી રહેવા માટે લીલા શાકભાજી, ફળ, દાળ અને ડ્રાય ફ્રૂટ્સને ડાયેટમાં જરૂર શામે કરવા જોઈએ. ત્યાં જ અમુક ભુલો તમારી મહેનત પર પાણી ફેરવી શકે છે. એવામાં અમે તમને અહીં હેલ્ધી રહેવા માટે તમારી કઈ આદતો છોડવી જોઈએ તેના વિશે જણાવીએ છીએ.

હેલ્ધી રહેવા માટે આજે જ છોડો આ આદતોનેઆદતોને

સફેદ વસ્તુઓ

અમુક સફેદ વસ્તુઓ તમારા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. તેમાં ખાંડ, મીઠું અને મેદાનો સમાવેશ થાય છે. ખાંડ શરીરનું ઈન્ફ્લેમેશન વધારે છે. જ્યારે મીઠું પણ સ્વાસ્થ્ય માટે સારું નથી. બીજી બાજુ, જો તમે તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો છો જેમાં ખાંડ, મીઠું હોય છે. તો તે ભવિષ્યમાં તમારા શરીરને નુકસાન પહોંચાડે છે. તો આજે જ તેમનાથી અંતર બનાવી લો.‌

આખો દિવસ બેઠા રહેવું ‌‌

આજકાલ ઘણા લોકોને આદત હોય છે કે તે આખો દિવસ બેસી રહે છે. અથવા ઓફિસમાં કામ કરતી વખતે જો તમે હંમેશા બેસી રહેશો તો તે એક રીતે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. જો તમે લાંબા સમય સુધી બેસો છો, તો તમે ઘણી બીમારીઓનો શિકાર પણ બની શકો છો. એટલા માટે તમારે દરરોજ 30 મિનિટ કસરત કરવી જ જોઈએ. બીજી તરફ જો તમે ઇચ્છો તો ઝડપથી ચાલીને બ્રિસ્ક વોક પણ કરી શકો છો.

પૂરતી ઊંઘ ન મળવી‌‌

જે લોકો 5 કલાકથી ઓછી ઊંઘ લે છે તેઓને હ્રદય રોગ થવાની સંભાવના વધુ હોય છે. આ એટલા માટે છે કારણ કે ઓછી ઊંઘ તમારા શરીરને ડિસ્ટર્બ કરે છે. તેનાથી શરીરમાં હોર્મોન્સનું સંતુલન બગડે છે. તેથી જો તમને પણ ઓછી ઊંઘ લેવાની આદત હોય, તો આજે જ આ આદતને બદલો અને દરરોજ ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ ચોક્કસ લો.

‌‌સિગરેટ, તમાકુ અને દારૂને છોડો

‌‌જો તમને પણ સિગરેટ, દારૂ અથવા તમાકુ ખાવાની આદત છે તો આજથી જ તેને બદલી દો. તમારી આ આદતો તમારા જીવનના ઘણા વર્ષો ઓછા કરી દે છે. સાથે જ તમને ઉંમર પહેલા વૃદ્ધ બનાવી દે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow