કાન સાફ કરવાની સાચી રીત જાણી લો: નહીં તો કાનનો પડદો તૂટી શકે

કાન સાફ કરવાની સાચી રીત જાણી લો: નહીં તો કાનનો પડદો તૂટી શકે

દરેક માણસનાં કાનમાં મેલ ભરાય છે અને સમયાંતરે વ્યક્તિ પોતાના કાનને સાફ કરતો રહે છે. પરંતુ કાનમાં મેલ ભરવાનું કારણ બાહ્ય હોતું નથી. એટલે કે આ મેલ બહારનાં પોલ્યુશન કે ધૂળ-રજકણને લીધે બનતો નથી.  

આ મેલ તમામ વ્યક્તિનાં આંતરિક જેનેટિક્સથી બને છે. દરેક વ્યક્તિનાં બાહ્ય કાનની રચના જૂદી-જૂદી હોઈ શકે છે પરંતુ આંતરિક સંરચના લગભગ સમાન જ હોય છે. કાનનાં નળી જેવા ભાગને ઈયર કેનાલ કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે કાનનો પડદો. આ નળી અને પડદાની વચ્ચે જમા થાય છે કાનનો મેલ જેને સાયન્સની ભાષામાં કહેવાય છે Ear Wax.આ ઈયર વેક્સ ચિકાશપડતો અથવા તો ડ્રાય પણ હોય છે.

આ કાનનો મેલ ક્યાંથી આવે છે?
મનુષ્યના શરીરની અંદર પ્રસ્વેદગ્રંથી હોય છે એટલે કે Sweat Glands હોય છે. આ ગ્રંથી થકી આપણા શરીરમાંથી પરસેવો બહાર નિકળતો રહે છે જેને સાફ કરવા આપણે નાહવાની પ્રક્રિયા કરીએ છીએ. એવી જ રીતે આપણા કાનમાં સીરુમિનસ ગ્લેન્ડ હોય છે. આ સીરૂમિનસ ગલેન્ડમાંથી Cerumes નિકળે છે જેને Ear Wax એટલે કે કાનનો મેલ કહેવાય છે. તેથી આ કાનનો મેલ એ કોઈ બાહ્ય ફેક્ટર ધૂળ-રજકણ વગેરેને લીધે ભરાતો નથી.  

કાનનો મેલ વધારે કે ઓછો શા માટે થાય?
કેટલાક લોકોને વારંવાર કાન સાફ કરવાની આવશ્યકતા પડતી હોય છે જ્યારે કેટલાક લોકો મહિનાઓ કે વર્ષો સુધી પણ કાન સાફ ન કરે તો કામ ચાલી જતું હોય છે. તો આ પાછળ પણ કોઈ બાહ્ય કારણ હોતું નથી. તેની પાછળ કારણ છે તમારા જિનેટિક્સ. તમારી Genetic system જેવી હશે તે અનુસાર તમારા કાનમાં મેલની માત્રા નક્કી થશે. નવાઈની વાત તો એ છે કે કાનનો મેલ પણ એક રંગનો નથી હોતો. જે વ્યક્તિની જેવી જિનેટિક્સ સિસ્ટમ હોય તેના કાનમાં તે રંગનો મેલ ઉત્પન્ન થાય છે.

કાનનાં મેલને સાફ કેવી રીતે કરવું?
મોટાભાગનાં કિસ્સાઓમાં જ્યારે માણસ નાહવા જાય છે ત્યારે પાણીની મદદથી કાનનો મેલ આપમેળે ધોવાઈ જાય છે પરંતુ જો તેવું નથી બનતું તો તમારે અલગથી કાન સાફ કરવાની ફરજ પડે છે. ઘણાં લોકો આંગળી, ચાવી કે પીનનો ઉપયોગ કરીને કાનની સફાઈ કરતાં હોય છે અને કેટલાક તો કોટન બડ્સનો ઉપયોગ કરે છે પણ એક્સપર્ટ્સનું કહેવું છે કે આ તમામ વસ્તુઓથી કાનનો મેલ કાઢવાથી કાનને ગંભીર નુક્સાન પહોંચી શકે છે. તેથી કાનની સફાઈ માટે તમારા નજીકી ENT ડોક્ટર પાસેથી દૂરબીન કે સીરીંઝથી કાનનો એકઠો મેલ કાઢવો જોઈએ. જો ચાવી કે કોટન બડ્સથી કાનને સાફ કરીએ તો કાનનો પડદો ફાટી જવાનો ભય પણ રહે છે. અને જો કાનનો મેલ સૂકાયેલો હોય તો તે પડદા અને કેનાલની સાથે ચોંટી જતાં તમને સંભળાવાનું પણ ઓછું થઈ જાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow