શ્રીરામ પાસે શીખો મિત્રતામાં કંઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?

શ્રીરામ પાસે શીખો મિત્રતામાં કંઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?

આપણે પારિવારિક સંબંધોથી અલગ ઘરની બહાર મિત્રો બનાવીએ છીએ. સાચા મિત્રો એ જ હોય છે જે આપણી પરેસાનીઓને દૂર કરવા માટે હંમેશા તૈયાર રહે. ધ્યાન રાખવું કે એવા લોકો સાથે મિત્રતા ન કરવી જોઈએ, જેમાં દુર્ગુણો કે ખરાબ ટેવો હોય, જે ખોટા કામ કરતા હોય. સંગતની આપણા જીવન પર ઊંડી અસર પડતી હોય છે, એટલા માટે મિત્રોના મામલામાં સતર્કતા રાખવી જરૂરી છે.

રામાયણમાં શ્રીરામ અને સુગ્રીવની મિત્રતાથી આપણે મિત્રોના ગુણ શીખી શકીએ છીએ. શ્રીરામ અને સુગ્રીવ પહેલીવાર મળી રહ્યાં હતાં. એ સમયે શ્રીરામે સુગ્રીવને કહ્યું કે હું જંગલમાં ભટકી રહ્યો છું, કારણ કે મને મારી પત્ની સીતાની શોધ કરવાની છે, પરંતુ તમે તો રાજા છો, તેમ છતાં તમે જંગલમાં રહો છો?

સુગ્રીવે પોતાના નવા મિત્ર રામને કહ્યું કે મારો એક નાનો ભાઈ છે વાલિ. તે રાજ-પાઠ માટે મારો દુશ્મન બની ગયો છે. થોડા સમય પહેલાં એક રાક્ષસ અમારા રાજ્યમાં આવી ગયો ત્યારે વાલિ તેને મારવા ગયો. વાલિની પાછળ-પાચળ હું પણ ચાલ્યો ગયો. વાલિ અને રાક્ષસ એક ગુફામાં ચાલ્યા ગયાં અને ગુફા બંધ થઈ ગઈ. હું ગુફાની બહાર જ રાહ જોતો રહી ગયો.

થોડા દિવસ પછી એ ગુફામાંથી લોહી બહાર વહેવા લાગ્યું. લોહી જોઈને હું ડરી ગયો, મને લાગ્યું કે વાલિ માર્યો ગયો. હું ડરી ગયો હતો એટલો હું પોતાના રાજ્યમાં પાછો આવી ગયો અને બધા લોકોને આખી ઘટના જણાવી. અહીંના લોકોને પણ લાગ્યું કે વાલી માર્યો ગયો તો તેમણે મને રાજા બનાવી દીધો. ત્યારે મારો ભાઈ વાલિ પાછો આવ્યો તો તેને લાગ્યું કે હું જાણી જોઈને રાજા બની ગયો છું. તેણે મને મારીને ભગાવી દીધો, તે મને શત્રુ સમજવા લાગ્યો. હું તેનાથી બચવા માટે જ જંગલમાં છુપાયેલો છું.

શ્રીરામે સુગ્રીવની વાતો ધ્યાનથી સાંભળી અને કહ્યું કે તમારું રાજ્ય પાછું અપાવવામાં હું તમારી મદદ કરીશ.

સુગ્રીવે શ્રીરામ ઉપર ભરોસો ન આવ્યો, તે વિચારવા લાગ્યો કે વાલિ તો ખૂબ જ શક્તિશાળી છે તો રામ તેને કેવી રીતે મારશે? એ સમયે શ્રીરામે સુગ્રીવને કહ્યું કે હવે હું તમારો મિત્ર છું. મિત્રની વિશેષતા એ છે કે તે પોતાના મિત્રને દુઃખી જોઈને પોતે પણ દુઃખ અનુભવે અને એ દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરે. વિપત્તિના સમયે મિત્રની સાથે ઊભા રહેવું તે જ મિત્રતાનો મોટો ગુણ છે. એટલા માટે મારી ઉપર ભરોસો કરો, હું તમારુ દુઃખ દૂર કરવા જરુર મદદ કરીશ.

આ વાત સાંભળીને સુગ્રીવે શ્રીરામ ઉપર ભરોસો આવી ગયો

આ પ્રસંગમાં શ્રીરામે આપણને સંદેશ આપ્યો છે કે મિ્ત્રના દુઃખને પોતાનું દુઃખ માનવું જોઈએ અને તેના દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાચો મિત્ર એ જ છે જે મિત્રના દુઃખમાં સાથે ઊભો રહે. સાથે જ એ ધ્યાન રાખો કે ક્યારેય પણ ખોટી વ્યક્તિને મિત્ર ન બનાવો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow