હીરાબાના નિધન પર દેશભરના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

હીરાબાના નિધન પર દેશભરના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનું શુક્રવારે સવારે નિધન થયું છે. તેઓ 100 વર્ષના હતા. હીરાબાના નિધનના સમાચાર સામે આવતા જ દેશભરના નેતાઓએ ટ્વિટર દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું- માતા વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને શિક્ષક હોય છે. જેને ગુમાવવાનું દુઃખ એ બેશક દુનિયાનું સૌથી મોટું દુઃખ છે.

રાષ્ટ્રપતિએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું સો વર્ષનું સંઘર્ષમય જીવન ભારતીય આદર્શોનું પ્રતીક છે. શ્રી મોદીજીએ '#માતૃદેવોભવ'ની ભાવના કેળવી અને હીરાબાના મૂલ્યોને પોતાના જીવનમાં ઘડ્યા. પવિત્ર આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. પરિવાર પ્રત્યે મારી સંવેદના!

RSSએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આદરણીય માતા હીરા બાના નિધન સાથે એક તપસ્વી જીવનનો અંત આવ્યો છે. આ દુઃખદ અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અમે બધા સ્વયંસેવકો શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.
!!ઓમ શાંતિ:!!

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે: હીરાબેન મોદીના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. મોદીજીને તેમના પ્રિય માતાની ખોટ પર મોદીજી પ્રત્યે મારી દિલથી સંવેદના. આ દુ:ખની ઘડીમાં અમારી સંવાદનાઓ અને પ્રાર્થના સમગ્ર પરિવાર સાથે છે.

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા: લખ્યું- હીરાબાનું સંઘર્ષમય અને સદાચારી જીવન હંમેશા પ્રેરણાદાયી છે, જેમના પ્રેમ અને અખંડિતતાએ દેશને સફળ નેતૃત્વ આપ્યું. માતાની વિદાય એ એક અપુરતી ખોટ છે, આ ખાલીપણાને ભરવું અશક્ય છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ: નરેન્દ્રભાઈ મોદીના માતા પૂજ્ય હીરાબાના નિધનથી ખૂબ જ દુઃખ થયું. હીરાબા ઉદારતા, સાદગી, સખત પરિશ્રમ અને જીવનના ઉચ્ચ મૂલ્યોના પ્રતીક હતા. હું પ્રાર્થના કરું છું કે ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow