વડોદરા પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે કોમી છમકલુ

વડોદરા પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે કોમી છમકલુ

શહેરના અત્યંત સંવેદનશીલ મનાતા પાણીગેટ વિસ્તારમાં આવેલ ખાનકાહ મહોલ્લા પાસે મોડી રાત્રે ક્રિકેટ રમવા બાબતે થયેલા ઝઘડામાં બે કોમના ટોળા સામ સામે આવી ગયા હતા અને પથ્થર મારો શરૂ થયો હતો. આ ઘટનામાં એક યુવાન ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું હતું. તોફાની ટોળા દ્વારા ઓટો રીક્ષા, ટુ વ્હીલર સહિત વાહનોની તોડફોડ પણ કરવામાં આવી હતી. આ બનાવને પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જોકે આ બનાવ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો.

મળેલી માહિતી પ્રમાણે પાણીગેટ વિસ્તારમાં ખાન કા હે મોહલા પાસે છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા. તે દરમિયાન બે છોકરાઓ વચ્ચે ક્રિકેટ રમતા ઝઘડો થયો હતો. આ ઝઘડો મોટા લોકોમાં પરિણામતા મામલો બિચકયો હતો અને જોતજોતામાં બંને કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થર મારો શરૂ કરી દીધો હતો. પથ્થર મારો શરૂ થતાની સાથે જ ભાગદોડ મચી ગઈ હતી. તોફાની ટોળાએ ઓટો રીક્ષા, ટુ-વ્હીલર સહિત વાહનોની તોડફોડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

Read more

પુતિને કહ્યું- ભારત ભાગ્યશાળી, તેમની પાસે મોદી છે

પુતિને કહ્યું- ભારત ભાગ્યશાળી, તેમની પાસે મોદી છે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે ભારત ભાગ્યશાળી છે કે તેમને PM તરીકે મોદી મળ્યા છે. તેઓ કોઈના દબા

By Gujaratnow
રશિયન રાષ્ટ્રપતિ પુતિન 7 મંત્રીઓ સાથે ભારત પહોંચ્યા

રશિયન રાષ્ટ્રપતિ પુતિન 7 મંત્રીઓ સાથે ભારત પહોંચ્યા

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારે સાંજે બે દિવસના ભારત પ્રવાસે પહોંચ્યા. તેમની સાથે 7 મંત્રીઓનું મોટું પ્રતિનિધિમંડળ પણ આવ્

By Gujaratnow
TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

રાજકોટમાં ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. જે ઘટનાના દોઢ વર્ષમાં જ તમામ 15 આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે. ટીઆરપી ગે

By Gujaratnow