લાલબત્તી સમાન કિસ્સો: વડોદરાના માતા-પિતાએ 12 વર્ષનો દીકરો ગુમાવ્યો, પાલિકા તંત્રની ભૂલનું પણ કનેક્શન

લાલબત્તી સમાન કિસ્સો: વડોદરાના માતા-પિતાએ 12 વર્ષનો દીકરો ગુમાવ્યો, પાલિકા તંત્રની ભૂલનું પણ કનેક્શન

વડોદરાના ગરીબ નવાઝ બિલ્ડિંગ પર રમતી વખતે એક કિશોર ધડામ દઇને છઠ્ઠા માળેથી નીચે પટકાયો હતો. જેનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ત્યારે આ ઘટના દરેક માતા-પિતાની આંખો ઉઘાડનારો કિસ્સો છે. કોઇ પણ માતા-પિતાએ આવી બેદરકારી ના દાખવવી જોઇએ. મહત્વનું છે કે, કલેક્ટરે આ ગેરકાયદેસર બિલ્ડિંગને તોડી પાડવાનો પણ આદેશ આપ્યો હતો. તેમ છતાં પણ પાલિકા દ્વારા તેને તોડવામાં ન આવ્યું. 12 વર્ષીય ફયાજ અજીતવાલા શણગારવાડી વિસ્તારનો રહેવાસી છે. હાલમાં આ મામલે પોલીસ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

શા માટે તંત્રએ કલેક્ટરના હુકમનો અનાદર કર્યો?
જોકે અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો કલેક્ટરે અગાઉથી જ આ ગેરકાયદેસર બિલ્ડિંગને તોડા પાડવાનો આદેશ આપ્યો હતો. તો પછી શા માટે પાલિકાએ બિલ્ડિંગને તોડી પાડવામાં મોડું કર્યું. શા માટે તંત્રએ કલેક્ટરના હુકમનો અનાદર કર્યો? શા માટે તંત્રએ આટલી મોટી બેદરકારી દાખવી? શું હવે મૃતક બાળકના પરિવારને ન્યાય મળશે. શું પોલીસ હવે આ મામલે આગળની કોઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે? શું પોલીસ તંત્ર વિરૂદ્ધ કોઇ કાયદેસરના પગલાં લેશે? જેવાં અનેક પ્રશ્નો અહીં ઊભા થાય છે.

તમને જણાવી દઇએ કે, આ કિશોર પતંગ ચગાવવા માટે છઠ્ઠા માળે ચડ્યો હોવાની વિગતો મળી રહી છે. જોકે છઠ્ઠા માળેથી તે નીચે પટકાતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું છે. જોકે ક્યાં સુધી વારંવાર તંત્રની આવી બેદરકારી જોવા મળતી રહેશે. આખરે કેમ તંત્ર આવી ઘટનાઓ ન બને તે માટે સજાગ નથી રહેતું?

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow