કુછ કુછ હોતા હૈ'ના રાહુલ-ટીનાનો રોમેન્ટિક ડાન્સ

કુછ કુછ હોતા હૈ'ના રાહુલ-ટીનાનો રોમેન્ટિક ડાન્સ

પહેલીવાર રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યા બાદ શાહરૂખ ખાને રાની મુખર્જી સાથે રોમેન્ટિક અંદાજમાં વીડિયો પોસ્ટ કર્યો છે. શાહરૂખે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને રાની પર પ્રેમ વરસાવ્યો છે. વાસ્તવમાં, બંને આર્યન ખાનની ડેબ્યૂ સિરીઝ 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ'નું પ્રમોશન 'તુ પહેલી તુ આખરી' ગીત પર રીલ બનાવી છે.

વીડિયોમાં શાહરૂખે ડેનિમ જીન્સ, બ્લુ સ્વેટશર્ટ અને કેપ પહેરી છે. તેના હાથમાં પાટો પણ દેખાઇ રહ્યો છે. રાની ડેનિમ અને સફેદ શર્ટમાં જોવા મળી રહી છે.

નોંધનીય છે કે, આર્યન ખાનની ડેબ્યૂ સિરીઝનું આ બીજું ગીત તાજેતરમાં રિલીઝ થયું છે. શાહરૂખ ખાનને સિરીઝનું આ ગીત ખૂબ ગમ્યું. તેણે અગાઉ પણ ઇન્સ્ટાગ્રામ પર તેની પ્રશંસા કરતી પોસ્ટ કરી હતી. આ સિરીઝ 28 સપ્ટેમ્બરે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે.

શાહરૂખ અને રાનીને લાંબા સમય બાદ સાથે જોઈને ચાહકો ખૂબ ખુશ છે. એક યુઝરે પ્રેમ વરસાવ્યો અને લખ્યું, 'રાહુલ અને ટીના પેરેલલ યુનિવર્સમાં.' બીજા એક યુઝરે લખ્યું, 'હવે ગીત ટ્રેડિંગમાં જશે.' અન્ય એક યુઝરે લખ્યું, 'એક હાથે રોમાન્સ... શાહરૂખ સર, તમારું ધ્યાન રાખો. તમને પ્રેમ.' એક યુઝરે બંનેને ઇન્ડસ્ટ્રીનું શ્રેષ્ઠ કપલ ગણાવ્યું છે.

Read more

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow
અમેરિકાએ રશિયન જહાજ પકડ્યું, તેના પર 3 ભારતીય હતા

અમેરિકાએ રશિયન જહાજ પકડ્યું, તેના પર 3 ભારતીય હતા

અમેરિકાએ બુધવારે જે રશિયન જહાજ મેરિનેરાને પકડ્યું હતું, તેના પર ત્રણ ભારતીય નાગરિકો પણ સવાર હતા. આ માહિતી રશિયન ન્યૂઝ એજન્સી રશિયા ટુડે

By Gujaratnow