દેવાયત ખવડ કેસમાં હવે ક્ષત્રિય સમાજ મેદાને: મારામારી મામલે જે આક્ષેપ લગાવ્યો તે જાણી ચોંકી જશો

દેવાયત ખવડ કેસમાં હવે ક્ષત્રિય સમાજ મેદાને: મારામારી મામલે જે આક્ષેપ લગાવ્યો તે જાણી ચોંકી જશો

તાજેતરમાં રાજકોટમાં મૂળ ધ્રાંગધ્રાના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરિતે લાકડી વડે હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડી હતી. ત્યારપછી દેવાયત નાસી ગયો છે. રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડ 8 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે. દેવાયત ખવડની ધરપકડ ન થતાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે કાલાવડમાં ક્ષત્રિય સમાજે હુમલાખોરોને તાત્કાલિક પકડી પાડવાની માંગ કરી દેવાયત ખવડની તસ્વીર સળગાવી હતી. ક્ષત્રિય સમાજે કાલાવડ તાલુકામાં કોઈપણ જગ્યાએ આ કલાકારનો કાર્યક્રમ થવા નહીં દેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

દેવાયત ખવડની ધરપકડ કેમ નથી થતી?
મયુરસિંહ રાણા પર હુમલા બાદ દેવાયત ખવડ અને પોલીસ પોલીસકર્મીઓ વચ્ચે સાઠગાંઠ હોવાના આક્ષેપો લાગી રહ્યા છે. 8 દિવસ થયા હોવા છતાં હજુ પણ દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી નથી. દેવાયત ખવડ અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે. આ મુદ્દે રાજકોટમાં ક્ષત્રિય સમાજે આજે પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી. સમાજના લોકોએ 24 કલાકમાં દેવાયત ખવડની ધરપકડ કરવાની માંગ કરી છે.

ઘટનાના 8 દિવસ બાદ પણ ખવડ પોલીસ પકડથી દૂર
રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડની શોધખોળ હજી પણ ચાલી રહી છે. મહત્વનું છે કે, એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો છે. દેવાયત ખવડ સહિત આરોપી પોલીસ પકડથી દૂર છે. દેવાયત ખવડને ઝડપવા પોલીસ પહેલા રાજકોટના ઘરે અને તેમના વતન મુળી દૂધઈ ગામે પહોંચી હતી પરંતુ તેઓ ત્યાંથી પણ મળ્યા ન હતા. દેવાયત ખવડે ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી. જોકે હવે આજે રાજકોટ કોર્ટમાં દેવાયત ખવડની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.

દેવાયત ખવડે આગોતરા જામીનની અરજી કરી
રાજકોટમાં હુમલો કર્યા બાદ ધરપકડથી બચવા દેવાયત ખવડે આગોતરા જામીનની અરજી કરી છે. દેવાયત ખવડે રાજકોટ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. તેમને જણાવી દઈએ કે, મયુરસિંહ રાણા પર દેવાયત સહિત તેમના સાથીઓએ હુમલો કર્યો હતો. સર્વેશ્વર ચોકમાં હુમલાના CCTV ફૂટેજ બહાર આવ્યા હતા. તેમજ અત્રે ઉલ્લેખનીય છે કે, એ-ડિવિઝન પોલીસ હજુ સુધી દેવાયત ખવડને શોધી શકી નથી.

શું હતો સમગ્ર મામલો ?
દેવાયત ખવડ અને તેમના સાથીદારોએ થોડા દિવસ અગાઉ એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવ્યો હતો.  સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરાયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

પોલીસ પકડથી દૂર દેવાયત ખવડ

હકીકતમાં દેવાયત ખવડે રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે ચોપડે ગુનો નોંધાયો હતો. જે બાદ તપાસ માટે જ્યારે પોલીસની ટીમ તેમના ઘરે પહોંચી, ત્યારે પોલીસને તેમના ઘરના મેન ગેટ પર તાળુ જોવા મળ્યું હતું અને દેવાયત ખવડનો ફોન પણ  સ્વીચ ઓફ આવી રહ્યો હતો. જેને લઈ હવે પોલીસ દેવાયત ખવડના ગામ દૂધઇ પહોંચી હતી અને ત્યાં પણ તપાસ કરી હતી પરંતુ તે ત્યાં પણ મળ્યો ન હતો.

સળગતા સવાલો

  • દેવાયત ખવડની ધરપકડ કેમ નથી કરવામાં આવતી?
  • ખવડને શોધવામાં પોલીસ કેમ નિષ્ફળ છે?
  • શું પોલીસકર્મીઓ ખવડને બચાવવાનો પ્રયાસ કરે છે?
  • શું પોલીસકર્મી અને ખવડ વચ્ચે સાંઠગાંઠ છે?
  • મયુરસિંહ ઝાલાને ન્યાય ક્યારે મળશે?

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow