કરોડોના જમીન વિવાદમાં શાહરુખની લાડલી ફસાઈ!

કરોડોના જમીન વિવાદમાં શાહરુખની લાડલી ફસાઈ!

બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન કરોડોના જમીનના સોદાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. મહારાષ્ટ્રના અલીબાગના થલ ગામે સરકારે ખેડૂતોને ખેતી માટે આપેલી જમીન સુહાનાએ ખરીદી હોવાના આક્ષેપ છે. તેણે જમીન ખરીદવા માટે જરૂરી પરવાનગી ન લીધી હોવાની અને દસ્તાવેજો પૂરાં ન કર્યા હોવાનો આક્ષેપ પણ લાગ્યો છે. ત્યારે મુંબઇ પોલીસના રેસિડેન્ટ ડેપ્યુટી કમિશનરે આ સોદાની તપાસ માટે અલીબાગ મામલતદાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.

INASના અહેવાલ મુજબ, સુહાનાએ લગભગ 12.91 કરોડ રૂપિયામાં આ જમીન ખરીદી છે. સુહાનાએ મુંબઇના કફ પરેડમાં રહેતા ખોટે પરિવાર સાથે આ સોદો કર્યો છે અને 77.46 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે. આ ટ્રાન્સફર 30 મે 2023ના રોજ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક દ્વારા કરવામાં આવ્યું હતું. હાલમાં આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. અલીબાગ મામલતદાર પાસેથી પોલીસે નિષ્પક્ષ તપાસ અહેવાલ માંગ્યો છે.

મહારાષ્ટ્ર કૃષિ જમીન અધિનિયમ, 1961 મુજબ, ફક્ત તે વ્યક્તિ, જે પોતે ખેડૂત છે (અથવા જેનો પરિવાર પહેલેથી જ ખેતીની જમીન ધરાવે છે), ખાતેદાર છે, તે જ ખેતીની જમીન ખરીદી શકે છે. બિન-ખેડૂતો આવી જમીન સીધી ખરીદી શકતા નથી.

જો સરકારે ખેડૂત પરિવારને ફક્ત ખેતી માટે જમીન આપી હોય, તો તે જમીન સીધી વેચી શકાતી નથી. આ માટે કલેક્ટરની મંજૂરી લેવી જરૂરી છે. ખરીદનાર અને વેચનાર બંનેએ કલેક્ટર પાસેથી NOC લેવી પડે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow