ક્રિકેટરસિકો ભારતમાં T-20 વર્લ્ડ કપ નહીં જોઈ શકે!
2026માં ભારત-શ્રીલંકામાં યોજાનારા મેન્સ T20 વર્લ્ડ કપના 3 મહિના પહેલાં બ્રોડકાસ્ટર જિયોસ્ટાર પ્રસારણમાંથી પાછળ હટી ગયું છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે જો આ ડીલ ફાઇનલ ન થઈ તો શું વર્લ્ડ કપની મેચો ભારતમાં નહીં દેખાય?
રિલાયન્સના નિયંત્રણ હેઠળના જિયોસ્ટારે ICC સાથે 2024-27ના ઇન્ડિયા મીડિયા રાઇટ્સ ડીલમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો છે. જિયોસ્ટારે ICCને કહ્યું છે કે ભારે નાણાકીય નુકસાનને કારણે તે ચાર વર્ષની ડીલના બાકીનાં બે વર્ષ પૂરાં કરી શકશે નહીં.
આ નિર્ણય પછી ICCએ સોની, નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વીડિયોનો સંપર્ક કર્યો છે. પરંતુ અત્યારસુધી કોઈપણ પ્લેટફોર્મે કિંમત વધુ હોવાને કારણે રાઇટ્સમાં રસ દાખવ્યો નથી.
આ ડીલ 2024-27 માટે 3 અબજ ડોલર (લગભગ 25,000 કરોડ રૂપિયા)ની હતી, જેમાં દર વર્ષે એક મોટી મેન્સ ઇવેન્ટનો સમાવેશ થાય છે. આ માહિતી ઇકોનોમિક ટાઇમ્સના એક રિપોર્ટમાં સામે આવી છે.