કોલકાતાએ છેલ્લા બોલે રિંકુના ચોગ્ગાથી મેચ જીતી

કોલકાતાએ છેલ્લા બોલે રિંકુના ચોગ્ગાથી મેચ જીતી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની રોમાંચક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું છે. કોલકાતાને છેલ્લી 2 ઓવરમાં 26 રનની જરૂર હતી, આન્દ્રે રસેલે 19મી ઓવરમાં 20 રન ફટકારીને ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી. કોલકાતાને 20મી ઓવરના છેલ્લા બોલ પર 2 રનની જરૂર હતી, રિંકુ સિંહે ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી.

કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા પંજાબે 20 ઓવરમાં 7 વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 5 વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

180 રનના ટાર્ગેટને ચેઝ કરતા કોલકાતાના જેસન રોય અને રહેમાનુલ્લાહ ગુરબાઝે શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ પાંચમી ઓવરમાં નાથન એલિસે ગુરબાઝને LBW આઉટ કર્યો હતો. તેણે 15 રન બનાવ્યા અને ટીમે 6 ઓવરના અંતે એક વિકેટના નુકસાન પર 52 રન બનાવ્યા હતા.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow