સાંઘી સિમેન્ટના ડિરેક્ટરોની ધરપકડ માટે કોલકાતા પોલીસ અમદાવાદમાં

સાંઘી સિમેન્ટના ડિરેક્ટરોની ધરપકડ માટે કોલકાતા પોલીસ અમદાવાદમાં

ગુજરાતમાં સાંઘી ઇન્ડસ્ટ્રીઝ મોટી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યું હોવાની વિગતો મળી હતી, જેને લીધે તે પોતાના આઈએમઆર, વીસા, બાલાજી માલ્ટઝ, ટ્રાફિગુરા, ડીબી ટ્રેડલિંક જેવા ચાવીરૂપ સપ્લાયરો સમક્ષ પેમેન્ટમાં નાદારી નોંધાવી દીધી છે. આ સપ્લાયરોને કંપનીએ આશરે 150 કરોડ ચૂકવવાના થાય છે. હાલ આ પેઢીઓએ સાંઘી સાથેના આર્થિક વ્યવહારો બંધ કરી દીધો હતો. એમ પણ જાણવા મળી રહ્યું છે કે, સાંઘીએ ભૂતકાળમાં અમુક ઇક્વિપમેન્ટ સપ્લાયરોની બેંક ગેરંટી પણ ખોટી રીતે વટાવી ખાધી હતી. આથી તેઓ એલ એન્ડ ટી જેવી મહાકાય બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે કાનૂની વિવાદમાં ફસાઈ ગયા છે.

બેંક ગેરેન્ટી પણ ખોટી રીતે વટાવી
​​​​​​​​​​​​​​સાંઘી સિમેન્ટે 150 કરોડની નાદારી નોંધાવી ઉપરાંત બેંક ગેરેન્ટી પણ ખોટી રીતે વટાવી હતી. આ કેસમાં સાંઘી ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર રવિ સાંઘી અને ડાયરેક્ટર આદિત્ય સાંઘી વિરુદ્ધ કોલકાતા પોલીસે ધરપકડ કરવા અમદાવાદ તેમના નિવાસ સ્થાને પહોંચી હતી. જોકે, તેઓ મળી આવ્યા ન હતા. સાંઘીના પ્રમોટરો સામે ગત વર્ષે અલીપોર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થઈ હતી. બંનેને છેલ્લા 10 મહિનામાં અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા હોવા છતાં તેઓ પોલીસ સમક્ષ હાજર થતા નથી. જેને પગલે પોલીસે ધરપકડ વોરંટ કાઢ્યું હતું.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow