ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે કોહલીનો રેકોર્ડ ખરાબ!

ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે કોહલીનો રેકોર્ડ ખરાબ!

છેલ્લા ત્રણ વર્ષથી આઉટ ફોર્મ રહ્યા પછી વિરાટ કોહલીએ અંતે 2022થી ફોર્મ પરત મેળવ્યું છે. હવે તેઓ પોતાના આગવા અંદાજમાં બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. 2022માં ઑગસ્ટ મહિનામાં જેની આતુરતાથી રાહ જોવાતી હતી, તેવી 71મી ઈન્ટરનેશનલ સદી તેમણે એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે ફટકારી હતી. તો વર્લ્ડ કપમાં પણ તેઓ ટૂર્નામેન્ટના ટૉપ સ્કોરર રહ્યા હતા. આ ઉપરાંત પાકિસ્તાન સામે તેમણે ઐતિહાસિક એવી 82* રનની યાદગાર ઇનિંગ રમી હતી. તો આ પછી વન-ડેમાં પણ બેક-ટુ-બેક સદી ફટકારીને ફરી બધાને બતાવી દીધું છે કે તેઓ હવે ફરી તેમના જૂના અંદાજમાં આવી ગયા છે. પરંતુ આ બધા વચ્ચે હજુ પણ તેઓ ટેસ્ટમાં ફોર્મ મેળવી શક્યા નથી. ટેસ્ટ ક્રિકેટમાં હજુ પણ તેઓ છેલ્લા 3 વર્ષથી સદી ફટકારી નથી.

તેવામાં સવાલ ઊઠે છે તે શું વિરાટ કોહલી 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝથી આ દુકાળ પણ પૂરો કરી શકે છે કે નહીં? આ સવાલનો જવાબ તો તેઓ ખુદ જ આપી શકે તેમ છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow