કોહલીએ ડી-કોકના આઉટ થવા પર નાગિન ડાન્સ કર્યો
સાઉથ આફ્રિકાએ ભારતને બીજી વનડેમાં 4 વિકેટે હરાવ્યું. રાયપુરમાં બુધવારે મહેમાન ટીમે 359 રનનો ટાર્ગેટ 49.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. ટીમ તરફથી એડન માર્કરમે સદી ફટકારી.
બુધવારે ક્વિન્ટન ડી કોકના આઉટ થતા જ વિરાટ
કોહલીએ મેદાનમાં ડાન્સ કર્યો. એડન માર્કરમના શોટ પર બાઉન્ડ્રી પર ઉભેલા તિલક વર્માએ હવામાં છલાંગ લગાવીને સિક્સ બચાવી.
યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડે પોતાની ઇનિંગ્સનો પહેલો રન બાઉન્ડ્રીથી બનાવ્યો. ઓપનર યશસ્વીએ મેચની પહેલી જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો. નાન્દ્રે બર્ગરની બોલ પર તેણે ડ્રાઇવ શોટ રમ્યો અને પોઈન્ટની દિશામાં ચોગ્ગો ફટકાર્યો.
વિરાટ કોહલીએ છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર સિક્સર ફટકારી. લુંગી એનગિડીના શોર્ટ બોલ પર તેણે પુલ શોટ રમીને બોલને ફાઇન લેગની બહાર ધકેલ્યો. જયસ્વાલ આઉટ થયા બાદ ક્રીઝ પર આવેલા ઋતુરાજ ગાયકવાડે પણ ચોગ્ગાથી શરૂઆત કરી. તેણે નવમી ઓવરમાં માર્કો યાન્સેનની બોલ પર બાઉન્ડ્રી ફટકારી.