કોહલી ICC વન-ડે બેટર્સ રેન્કિંગમાં ચોથા નંબર પર પહોંચ્યો
ICCની લેટેસ્ટ વન-ડે બેટર્સ રેન્કિંગમાં ભારતના વિરાટ કોહલી ચોથા નંબર પર પહોંચી ગયો છે. જ્યારે પૂર્વ કેપ્ટન રોહિત શર્મા ટોચ પર યથાવત છે. સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં કેપ્ટનશીપ કરી રહેલા કેએલ રાહુલને 2 સ્થાનનો ફાયદો થયો. બોલરોમાં લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપ યાદવ નંબર-6 પર પહોંચી ગયો. ચારેયને રાંચી વન-ડેમાં શાનદાર પ્રદર્શનનો ફાયદો મળ્યો.
કોહલીએ રાંચી અને રાયપુરમાં સદી ફટકારી સાઉથ આફ્રિકા સામે રવિવારે રાંચીમાં વિરાટ કોહલીએ સદી ફટકારતા 135 રનની ઇનિંગ રમી હતી. આ જ ઇનિંગે તેને 751 રેટિંગ પોઈન્ટ્સ સાથે પાંચમાથી ચોથા નંબર પર પહોંચાડ્યો.
રાયપુરમાં રમાઈ રહેલી બીજી વન-ડેમાં પણ કોહલીએ સદી ફટકારી. આ તેની સતત બીજી સદી હતી. શુભમન ગિલ પાંચમા નંબર પર સરક્યો. તે ઈજાના કારણે વન-ડે સિરીઝનો ભાગ નથી.
રોહિત 783 રેટિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે. તેણે રાંચીમાં 57 રન બનાવ્યા હતા. રાયપુરમાં રમાઈ રહેલી બીજી વન-ડેમાં રોહિત માત્ર 14 રન બનાવીને આઉટ થયો.
ન્યુઝીલેન્ડનો ડેીલ મિચેલ બીજા અને અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ ઝાદરાન ત્રીજા સ્થાને છે. કેએલ રાહુલ 14મા સ્થાને પહોંચ્યો.