કોહલીને BCCI બોર્ડ તરફથી કૉન્ટ્રેક્ટ હેઠળ વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે

કોહલીને BCCI બોર્ડ તરફથી કૉન્ટ્રેક્ટ હેઠળ વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે

ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીની કુલ સંપત્તિ 1000 કરોડને વટાવી ગઈ છે. ઈન્સ્ટાગ્રામ પર 252 મિલિયન ફોલોઅર્સ ધરાવતા કોહલીની નેટવર્થને લઈને સ્ટોક ગ્રો દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે. તેમના રિપોર્ટ અનુસાર, પૂર્વ ભારતીય કેપ્ટનની કુલ સંપત્તિ 1050 કરોડ રૂપિયાને પાર થઈ ગઈ છે, જે આ વિશ્વના તમામ ક્રિકેટ ખેલાડીઓમાં સૌથી વધુ છે.

મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલીને ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા, વન-ડે માટે 6 લાખ રૂપિયા અને ટી-20 મેચ માટે 3 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. કોહલી IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી રમે છે અને રોયલ ચેલેન્જર્સ તેને આ માટે વાર્ષિક 15 કરોડ રૂપિયા ચૂકવે છે. 34 વર્ષીય વિરાટને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા 'A+' (A) શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. તેને બોર્ડ તરફથી કૉન્ટ્રેક્ટ હેઠળ વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow