કોહલીએ ઈશાનની બેવડી સદી પર ડાન્સ કર્યો

કોહલીએ ઈશાનની બેવડી સદી પર ડાન્સ કર્યો

ઇશાન કિશન અને વિરાટ કોહલીની મેરેથોન ભાગીદારીના કારણે ભારતે બાંગ્લાદેશને ત્રીજી વન-ડેમાં હરાવ્યું. આ જીત સાથે ભારતે બાંગ્લાદેશને 3 વન-ડેની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરતા અટકાવ્યું. બાંગ્લાદેશે પ્રથમ 2 વન-ડે જીત્યા બાદ શ્રેણી 2-1થી જીતી.

ત્રીજી મેચમાં ઈશાન કિશનની બેવડી સદી, વિરાટ કોહલીનું સેલિબ્રેશન, લિટન દાસનો કેચ ડ્રોપ જેવી ઘણી ફની મોમેન્ટ્સ જોવા મળી હતી.

ઈશાન કિશન 35મી ઓવરના બીજા બોલ પર 197 રન પર બેટિંગ કરી રહ્યો હતો. મુસ્તફિઝુરના બોલ પર ઈશાને કવર ડ્રાઈવ ફટકારી અને વિરાટે દોડતા-દોડતા જશ્ન મનાવવાનું શરૂ કર્યું. તેમને લાગ્યું કે બોલ ચોગ્ગા માટે જશે અને કિશનની બેવડી સદી પૂરી થશે. પરંતુ, ફિલ્ડરે બાઉન્ડ્રી પહેલા બોલને રોકી દીધો હતો. ઈશાન બીજો રન લેવા દોડ્યો, પરંતુ વિરાટે તેને ના પાડી.

ઈશાને 35મી ઓવરમાં મુસ્તાફિઝુરના છેલ્લા બોલ પર સિંગલ લઈને તેની બેવડી સદી પૂરી કરી હતી. સિંગલ પૂર્ણ કર્યા બાદ કિશને મેદાનમાં દોડીને પોતાની બેવડી સદીની ઉજવણી કરી હતી. બીજા છેડે તેની સાથે રહેલા વિરાટે ડાન્સ કરીને આ પળની ઉજવણી કરી.

કોહલી અને કિશને મેચમાં 190 બોલમાં 290 રનની ભાગીદારી નોંધાવી હતી. કિશને 199 અને વિરાટે 85 રન જોડ્યા હતા.

વન-ડેમાં વિરાટ કોહલીએ 1214 દિવસ બાદ સદી ફટકરી. જો બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસે 7મી ઓવરમાં તેનો કેચ પકડ્યો હોત તો તેની સદીની રાહ વધુ લાંબી થઈ હોત. વિરાટે મેહદી હસન મિરાજની ઓવરમાં ત્રીજા બોલ પર ફૂલર લેન્થ બોલને ફ્લિક કર્યો હતો.

બોલ શોર્ટ મિડ-વિકેટ પર ઉભેલા લિટનના હાથમાં ગયો. પરંતુ, તેણે એક આસાન કેચ છોડ્યો. વિરાટ ત્યારે 7 બોલમાં એક રન પર રમી રહ્યો હતો. કોહલીએ વધુ 113 રન બનાવ્યા. લિટને શ્રેણીની પ્રથમ વન-ડેમાં ડાઇવ કરીને વિરાટનો કેચ પકડ્યો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow