જાણો ક્યારે કરાવો જોઈએ કોરોનાનો ટેસ્ટ

જાણો ક્યારે કરાવો જોઈએ કોરોનાનો ટેસ્ટ
  • શરદી કે કોવિડ કેવી રીતે ઓળખવું?

ચીનમાં સતત ત્રીજા વર્ષે આવેલ કોરોના મહામારીને કારણે હોબાળો મચી ગયો છે. બેઇજિંગ સહિત દરેક નાના-મોટા શહેરમાં રોગચાળાને કારણે કોરોનાના નવા કેસ અને મૃત્યુના આંકડાએ ફરી એકવાર દુનિયાને એટલી ડરાવી દીધી કે WHOએ ચીનને તેના દેશના સાચા આંકડા જાહેર કરવા માટે કહેવું પડ્યું.જણાવી દઈએ કે નવી સબવેરિયન્ટ Omicron BF.7 એ ચીનમાં ઘણી તબાહી મચાવી છે અને હવે તે ધીરે ધીરે ભારત સહિત ઘણા દેશોમાં ફેલાઈ રહ્યો છે.

શરદી અને Omicron BF.7ના લક્ષણોમાં સમાનતા
ભારતમાં ભલે Omicron BF.7 એટલો ખતરનાખ સાબિત નથી થયો પણ તેનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાય છે.  

આવી સ્થિતિમાં શિયાળાની ઋતુમાં લોકોની સૌથી મોટી મૂંઝવણ એ છે કે તેમને સામાન્ય ફ્લૂ થયો છે કે વાઈરલ કે પછી તેઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આ બધી મૂંઝવણ રોગના લક્ષણો વિશે છે.  

BF.7 એ ઓમિક્રોન પરિવારનો સબવેરિઅન્ટ હોવાથી, તેના લક્ષણો ઓમિક્રોન જેવા જ છે, જેમાં શરદી, ઉધરસ, વહેતું નાક, તાવ અને ગળામાં દુખાવોનો સમાવેશ થાય છે.  

બીજી તરફ, શિયાળામાં ઠંડીને કારણે લોકોને વહેતું નાક સાથે શરદી અને ખાંસી થાય છે. આવી સ્થિતિમાં, એ જાણવું મુશ્કેલ છે કે એ લક્ષણ સામન્ય શરદીના છે કે ઓમિક્રોનની ચપેટમાં આવી ગયા છે.

શરદી કે કોવિડ કેવી રીતે ઓળખવું?
એક અહેવાલ અનુસાર વરિષ્ઠ ડોક્ટરે શરદી કે કોવિડ વચ્ચેની મૂંઝવણ વિશે જણાવ્યું હતું કે આ વેરિઅન્ટ ભારતમાં ઓગસ્ટ 2022થી હાજર છે અને આ કારણે દેશમાં કોરોનાના કેસ વધી શકે છે.  

ડૉક્ટરના જણાવ્યા અનુસાર, ભલે તે ઝડપથી ફેલાવાની ક્ષમતા ધરાવે છે પણ ભારતની આરોગ્ય પ્રણાલી પર તેની કોઈ ખાસ અસર નહીં થાય કારણ કે ચેપ ગંભીર તબક્કા સુધી પહોંચશે નહીં.

'ઓ'ઓમિક્રોન BF.7 લક્ષણો '
આ પ્રકારના લક્ષણો વિશે વાત કરીએ તો, ગળામાં દુખાવો, તાવ, વહેતું નાક, ઉધરસ, થાક, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ છે.  

ડોકટરોના જણાવ્યા અનુસાર, જો તાવ અને ઉધરસ જેવા લક્ષણો 5 દિવસ પછી પણ ચાલુ રહે છે, તો આ સ્થિતિમાં કોવિડ ટેસ્ટ કરાવવો જ જોઇએ. કારણ કે કેટલાક સામાન્ય લક્ષણોને કારણે લોકો મૂંઝવણમાં આવી શકે છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow