ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ ખોલાવવા પર બેંક મફતમાં આપે છે આવી સુવિધાઓ, જાણો

ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ ખોલાવવા પર બેંક મફતમાં આપે છે આવી સુવિધાઓ, જાણો

દેશની દરેક બેંક ઘણા પ્રકારના ખાતા ખોલવાની સુવિધા આપે છે. જેમાંથી સૌથી વધુ સેવિંગ અને કરંટ એકાઉન્ટ ખોલવામાં આવે છે. એવામાં વધુ પડતાં લોકો સેવિંગ એકાઉન્ટ ખોલાવવાનું પસંદ કરે છે.

જણાવી દઈએ કે સેવિંગ એકાઉન્ટમાં લોકોને પૈસા જમા કરવાની સાથે સાથે પૈસા બચાવવા અને સમય જતાં તેમની સંપત્તિ વધારવા મદદ કરે છે. આ સાથે જ સેવિંગ એકાઉન્ટ ધારકોને અન્ય વ્યવહારો કરવામાં અને બેંકિંગ સેવાઓનો લાભ મેળવવામાં મદદ કરે છે. સેવિંગ એકાઉન્ટનો ઉપયોગ મોટાભાગે નોકરિયાત લોકો કરતાં હોય છે.

સામાન્ય રીતે મોટાભાગના લોકો ઝીરો બેલેન્સ સાથે બચત ખાતું ખોલાવે છે અને ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ ખોલવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં તમારે કોઈ ન્યૂનતમ બેલેન્સ જાળવવાની જરૂર નથી રહેતી. જણાવી દઈએ કે એક પણ રૂપિયો ઉમેર્યા વિના ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ  ચાલુ રાખી શકાય છે.  

આ બધુ તો આપણે બધા જાણીએ છીએ પણ શું તમે એ જાણો છો કે બેંક તરફથી ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ પર બીજા ઘણા ફાયદા પણ આપવામાં આવે છે, આજે અમે તમને એ જ મહત્વપૂર્ણ સુવિધાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ પર મળે છે.

જો તમારી પાસે ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ છે તો આમાં સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં તમારે કોઈપણ પ્રકારનું મિનિમમ બેલેન્સ જાળવવાની જરૂર નથી.

આ સિવાય ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટમાં બેંક ગ્રાહકોને નેટ બેંકિંગની સુવિધા પણ આપે છે. જણાવી દઈએ કે નેટ બેન્કિંગની મદદથી ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે.

‌                                                      

આ સાથે જ ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટમાં બેંક ગ્રાહકોને ડેબિટ કાર્ડ, પાસબુક, મોબાઈલ બેંકિંગ, ઈ-પાસબુક વગેરે જેવી સુવિધાઓ બિલકુલ મફતમાં  આપે છે. આવી સ્થિતિમાં બેંકમાંથી ઉપલબ્ધ આ સુવિધાઓ વિશે જાણવું જરૂરી છે.

આ સાથે જ જો તમારી પાસે ઝીરો બેબેલેન્સલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ છે તો તમે તેમાં વધુમાં વધુ 1 લાખ રૂપિયા જમા કરાવી શકો છો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow