પિતાની ઉઘરાણીના રૂ.30 લાખ લેવા ગયેલા પુત્ર પર છરીથી હુમલો

પિતાની ઉઘરાણીના રૂ.30 લાખ લેવા ગયેલા પુત્ર પર છરીથી હુમલો

પિતાએ બે વર્ષ પૂર્વે ઉછીના આપેલા રૂ.30 લાખની ઉઘરાણી કરવા ગયેલા યુવક પર ત્રણ શખ્સે હુમલો કર્યો હતો, હુમલામાં ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ બાઇકનું હોર્ન ધીમેથી વગાડવાનું કહેતા યુવક પર ત્રણ ઇસમ પાઇપથી તૂટી પડ્યા હતા.

કોઠારિયા રોડ પરના અરવિંદભાઇ મણિયાર ક્વાર્ટરમાં રહેતા અને ફાઇનાન્સ કંપનીમાં રિકવરીનું કામ કરતાં યુવરાજસિંહ રણિતસિંહ જાડેજા (ઉ.વ.32)એ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઇન્દ્રજિતસિંહ નાથુભા જાડેજા, મરાઠી નામનો એક શખ્સ અને એક પેટલ નામના શખ્સનું નામ આપ્યું હતું.

યુવરાજસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પિતા રણજિતસિંહે બે વર્ષ પૂર્વે પેટ્રોલ પંપ કરવા માટે ઇન્દ્રજિતસિંહને રૂ.30 લાખ આપ્યા હતા, જે રકમ તે પરત કરતા નહોતા ને વાયદા કરતા હતા, શનિવારે યુવરાજસિંહ પૈસાની ઉઘરાણી કરવા ઇન્દ્રજિતસિંહની ઓફિસે ગયા હતા ત્યારે ઇન્દ્રજિતસિંહ અને ઓફિસમાં બેઠેલા અન્ય બે શખ્સે પૈસા આપવાનો ઇનકાર કરી ગાળો ભાંડી છરીથી હુમલો કર્યો હતો, હુમલા થતાં દેકારો મચી જતાં અન્ય લોકો દોડી ગયા હતા અને હુમલામાં ઘવાયેલા યુવરાજસિંહને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

અન્ય એક બનાવમાં દૂધસાગર રોડ પરના હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતો મહેબૂબ દાદુભાઇ સુમરા (ઉ.વ.27) શનિવારે રાત્રે પોતાના ઘર પાસે બેઠો હતો ત્યારે ફરદીન રસીદ પઠાણ ત્યાંથી જોરથી બાઇકમાં હોર્ન વગાડી પસાર થઇ રોફ જમાવ્યો હતો, મહેબૂબે તેને ટપારતાં થોડીવાર બાદ અન્ય બે ઇસમ સાથે પાઇપ લઇને ધસી ગયો હતો અને મહેબૂબ પર હુમલો કર્યો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow