પતંગ રસિયાઓ જીવ દયા માટે આ સમયે પતંગ ન ઉડાવો

પતંગ રસિયાઓ જીવ દયા માટે આ સમયે પતંગ ન ઉડાવો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરીથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે તા.૨૦મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન યોજાશે. અબોલ જીવોના રક્ષણ માટેનું આ અભિયાન દેશ અને દુનિયામાં ગુજરાત પ્રથમ રાજય છે.

જેના ભાગરૂપે સવારે ૯.૦૦ વાગ્યા પહેલાં અને સાંજે ૫.૦૦ વાગ્યા પછી પતંગ ન ઉડાવવા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અપીલ કરી છે.

૭૦ હજારથી વધુ પક્ષીઓની કરાઈ સારવાર

આ અભિયાન અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭થી રાજ્યમાં કરૂણા અભિયાન શરૂ કરીને અબોલ જીવોના રક્ષણ માટે દેશભરમાં ગુજરાતે એક ઉત્તમ શરૂઆત કરીને સંવેદનશીલતાનો નવતર અભિગમ હાથ ધર્યો છે.  

આ અભિયાન અંતર્ગત છેલ્લા છ વર્ષમાં રાજ્યમાં અંદાજે ૭૦ હજારથી વધુ પક્ષીઓને સમયસર સારવાર આપીને બચાવી શક્યા છીએ.  

ઉત્તરાયણના પાવન પર્વમાં ઉત્સાહ સાથે અબોલ પશુ-પક્ષીઓને નુકસાન ન થાય એની સંપૂર્ણ તકેદારી રાખીએ તેમજ નાયલોન કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ. તેવો અનુરોધ કરાયો છે.

ચાઇનીઝ દોરી વેચતો માલુમ પડે તો પોલીસ વિભાગને જાણ કરવા અપીલ

તા. ૨૦મી જાન્યુઆરી સુધી કાર્યરત આ કરૂણા અભિયાન-૨૦૨૩ દરમિયાન દરરોજ સવારે ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાશે. એટલું જ નહી, ૩૩ જિલ્લાઓમાં ૩૩૩ એન.જી.ઓ આ સેવાયજ્ઞમાં જોડાઇ છે.  

ચાલુ વર્ષે રાજયમાં ૮૬૫થી વધારે પક્ષી નિદાન કેન્દ્રો, ૭૫૦થી વધારે ડૉકટર તથા ૮ હજારથી વધારે સ્વયંસેવકો કાર્યરત રહીને પક્ષી બચાવનું કામ કરી રહ્યા છે.  

આ માટે જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગત વોટસએપ નં.૮૩૨૦૦૦ ૨૦૦૦ ઉપર કોલ કરવાથી લીંક મેળવી શકાશે તથા પશુપાલન વિભાગના હેલ્પલાઈન નંબર ૧૯૬૨ ઉપર સંપર્ક કરીને ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે.  

વધુમાં જો ચાઇનીઝ દોરી વેચતો માલુમ પડે તો પોલીસ વિભાગને જાણ કરવા તેમજ જો કોઇ ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ છે.

ગુજરાત રાજ્યમાં 50 હજારથી વધુ આખલાઓ હોવાનું સામે આવ્યું

આખલાઓના આતંક સામે કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. રાજ્યમાં આખલાઓનો આતંક વધતા મહત્વનો નિર્ણય લેવાયો છે.  

વધુમાં આખલાઓને ગૌમાતા પોષણ યોજનાના સેંટર પર મુકવામાં આવશે. એક સર્વે પ્રમાણે ગુજરાત રાજ્યમાં 50 હજારથી વધુ આખલાઓ હોવાનું સામે આવ્યું છે.તેમણે કહ્યું કે 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આ ઝુંબેશ અંતર્ગત એક વર્ષથી વધુ ઉંમરના અંદાજે 50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે.

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow