કંઈ દેવીની પૂજા કરે છે કિન્નર, ક્યાં છે તેમનું મંદિર, શું ચઢાવે છે તેમને?

કંઈ દેવીની પૂજા કરે છે કિન્નર, ક્યાં છે તેમનું મંદિર, શું ચઢાવે છે તેમને?

ર્તમાન સમયમાં સ્ત્રી અને પુરુષ સિવાય થર્ડ જેન્ડરને પણ માન્યતા આપવામાં આવી છે. આ થર્ડ જેન્ડરને લોકો ભારતમાં કિન્નરના નામથી ઓળખે છે. અર્થાત્ આ ન તો પૂર્ણપણે સ્ત્રી હોય છે અને ન પૂર્ણપણે પુરુષ. તેમને બીજા પણ અનેક નામોથી લોકો સંબોધતા હોય છે. હિન્દુ ધર્મગ્રંથોમાં અનેક જગ્યાએ સ્ત્રી-પુરુષ સિવાય યક્ષ, ગંધર્વ અને કિન્નરોનું વર્ણન પણ પ્રાપ્ત થાય છે. કિન્નર એ હોય છે જે ન તો પૂરી રીતે પુરુષ હોય છે અને ન પૂરી રીતે સ્ત્રી. વર્તમાન સમયમાં તેમને થર્ડ જેન્ડર કહેવામાં આવે છે. કિન્નરોની દુનિયા ખૂબ જ રહસ્યમયી હોય છે. તે વિશે બધા લોકો જાણવા માટે ઉત્સુક રહે છે. કિન્નરોના જીવન પર અનેક પુસ્તકો પણ લખવામાં આવી ચૂક્યાં છે, સાથે જ શોર્ટ ફિલ્મો પણ બનાવવામાં આવી છે. કિન્નરો કંઈ દેવીની પૂજા કરે છે, આ વાત ખૂબ જ ઓછા લોકો જાણતા હોય છે. આજે અમે એ વિશે તમને જણાવી રહ્યાં છીએ. અહીં જાણો કિન્નરોની દેવી વિશે....

આ દેવીની પૂજા કરે છે કિન્નર
કિન્નરોની કુળદેવીનું નામ બહુચરા દેવી છે. તેમને કૂકડાવાલી માતા પણ કહેવામાં આવે છે કારણ કે તેમનું વાહન કૂકડો છે. કિન્નર જ્યાં પણ રહે છે ત્યાં તેમની પૂજા જરૂર કરે છે. કિન્નર બહુચર માતાને અર્ધનારીશ્વરના રૂપમાં પૂજે છે. આમ તો બહુચર માતાના ભારતભરમાં અનેક મંદિરો છે પરંતુ ગુજરાતના મહેસાણામાં આવેલ બહુચર માતાનું મંદિર કિન્નરોનું મુખ્ય મંદિર છે. આ મંદિરમાં કૂકડાવાળી માતાની મૂર્તિ વિદ્યમાન છે. આ મંદિર ખૂબ જ વિશાળ છે. આ મંદિરનું બાંધકામ 1739માં વડોદરાના રાજા માનાજીરાવ ગાયકવાડે કરાવ્યું હતું.

દેવીને ચાંદીનો કૂકડો ચઢાવવામાં આવે છે
કિન્નરો પોતાની કુળદેવી બહુચરાને ચાંદીથી બનાવવામાં આવેલ કૂકડો ભેટ ચઢાવે છે. પહેલાંના સમયમાં કિન્નરો બહુચર માતાને કાળા રંગનો કૂકડો ભેટ ચઢાવતાં હતા. જો કે પાછળથી સરકારે તેની પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ ચાંદીનો કૂકડો ચઢાવવાની પ્રથા શરૂ કરવામાં આવી. માતાનું સ્વરૂપ અત્યંત સૌમ્ય છે. તેમના એક હાથમાં તલવાર અને બીજો હાથ અભય મુદ્રામાં છે. માન્યતા છે કે બહુચરા માતાની પૂજાથી નિઃસંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિ થાય છે. એટલા માટે અહીં રોજ હજારો ભક્ત માતાના દર્શન માટે આવે છે.

આ છે ખૂબ જ જાણીતી કથા
કથા પ્રમાણે એકવાર ઉલ્લાઉદ્દીન દ્વિતીય જ્યારે પાટણને જીતીને આ મંદિરને તોડવા પહોંચ્યો ત્યારે અહીં દેવીના વાહન કૂકડાઓ આમ-તેમ ફરી રહ્યાં હતા. ઉલ્લાઉદ્દીનના સૈનિકોએ આ કૂકડાઓને પકડીને ખાઈ ગયાં. એક મરઘો બચી ગયો. સવારે જ્યારે તેમને બાંગ શરૂ કરી, તો સૈનિકોના પેટની અંદર બેઠેલાં કૂકડાઓને પણ બાંગ આપવા લાગ્યાં અને પેટ ફાડીને બહાર આવવા લાગ્યાં. ત્યારે આ ચમત્કારને જોઈને સૈનિકો મંદિર તોડ્યા વગર જ પાછા ભાગી ગયાં હતાં.

Read more

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૫૫૦ થી વધુ ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્

By Gujaratnow
આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow