'કિંગ'ના સેટ પર શાહરુખ ઇજાગ્રસ્ત

બોલિવૂડના કિંગ ખાનને તેની ફિલ્મ 'કિંગ'ના શૂટિંગ દરમિયાન ઇજા પહોંચી છે. મુંબઈના ગોલ્ડન ટોબેકો સ્ટુડિયોમાં એક એક્શન સીનનું શૂટિંગ કરતા સમયે શાહરુખ ખાનને ઇજા પહોંચી છે.
દરમિયાન ફિલ્મસિટી, ગોલ્ડન ટોબેકો અને YRF સ્ટુડિયોમાં જુલાઈથી ઓગસ્ટ દરમિયાન નક્કી કરાયેલું ફિલ્મનું શૂટિંગ શિડ્યૂલ રદ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 'કિંગ'નું શૂટિંગ ભારત અને યુરોપમાં કરવામાં આવશે. હાલમાં શૂટિંગ નવી તારીખોની રાહ જોવાઈ રહી છે.
સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બની રહેલી 'કિંગ'થી સુહાના ખાન મોટા પડદા પર ડેબ્યૂ કરશે. સુહાના છેલ્લે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સની 'ધ આર્ચીઝ'માં જોવા મળી હતી. 'કિંગ' ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, જયદીપ અહલાવત, અનિલ કપૂર, અભિષેક બચ્ચન અને અભય વર્મા પણ છે. આ પહેલાં શાહરુખ 'પઠાણ', 'જવાન' અને 'ડંકી' જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.