કિંગ ખાને માતા વૈષ્ણોદેવીના દરબારમાં શીશ ઝૂકાવ્યું, બાજુમાંથી પસાર થઇ ગયો છતાં લોકો ઓળખી ન શક્યા

કિંગ ખાને માતા વૈષ્ણોદેવીના દરબારમાં શીશ ઝૂકાવ્યું, બાજુમાંથી પસાર થઇ ગયો છતાં લોકો ઓળખી ન શક્યા

મક્કામાં ઉમરાહ કર્યા બાદ શાહરૂખે માં વૈષ્ણો દેવીના કર્યા દર્શન

શાહરૂખ ખાન ખરેખર બૉલીવુડના કિંગ છે. કામની સાથે શાહરૂખ ઈશ્વરને યાદ કરવાનુ ક્યારેય ભૂલતા નથી. મક્કામાં ઉમરાહ કર્યા બાદ શાહરૂખે હવે માં વૈષ્ણો દેવીના દરબારમાં માથુ ટેકવ્યું. શાહરૂખના આ અંદાજે તેમના પ્રશંસકોનુ દિલ જીતી લીધુ છે.

શાહરૂખે માંના દરબારમાં પૂજા-અર્ચના કરી

ફિલ્મ પઠાન આગામી મહિને જાન્યુઆરીમાં રીલીઝ થઇ રહી છે. એવામાં તેઓ પોતાની ફિલ્મની સક્સેસ માટે પ્રાર્થના કરી રહ્યાં છે. કિંગ ખાન ગઈકાલે મોડી રાત્રે કટરામાં માતા વૈષ્ણો દેવીના મંદિરમાં ગયા હતા. તેમણે માં વૈષ્ણો દેવીના દરબારમાં માથુ ટેકવ્યું અને પ્રાર્થના કરી. જણાવવામાં આવ્યું છે કે શાહરૂખ ખાને પોતાના અન્ય સાથી મિત્રોની સાથે માં વૈષ્ણો દેવીના ચરણોમાં વંદન  કરીને પૂજા-અર્ચના કરી. શાહરૂખે ચહેરા પર માસ્ક પહેર્યુ હતુ, કારણકે લોકો તેમને ઓળખી ના શકે.

શાહરૂખ દરેક ધર્મને એક સમાન જોવે છે

શાહરૂખને ફિલ્મી પડદા પર ઘણા અલગ રૂપમાં જોયા હશે. ક્યારેક રોમાન્સ તો ક્યારેક એક્શન કિંગ બનીને તેમણે પ્રશંસકોના દિલ જીત્યા છે. પરંતુ વાસ્તવિક જીવનમાં શાહરૂખ એક ટ્રુ ફેમિલી મેન હોવાની સાથે ઘણા ધાર્મિક પણ છે. તેઓ દરેક ધર્મને એક દ્રષ્ટિએ જોવે છે. એટલે તો તેમણે મક્કા જઇને ઉમરાહ કર્યા બાદ માં વૈષ્ણો દેવીના દર્શન કર્યા.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow