કિઆરા અડવાણીએ એક લાખ રૂપિયાનું ટોપ પહેર્યું ને હાથમાં દોઢ લાખનું નાનકડું પર્સ હતું

કિઆરા અડવાણીએ એક લાખ રૂપિયાનું ટોપ પહેર્યું ને હાથમાં દોઢ લાખનું નાનકડું પર્સ હતું

બોલિવૂડ એક્ટ્રેસ કિઆરા અડવાણીએ સો.મીડિયામાં તસવીરો શૅર કરી હતી. કિઆરા અડવાણી 'ગોવિંદા નામ મેરા'ના ટ્રેલર લૉન્ચિંગમાં જે આઉટફિટ પહેરીને આવી હતી તે લુકમાં જોવા મળી હતી. કિઆરા કોરસેટ ટોપ ને સ્કિન ટાઇટ લેધર પેન્ટમાં ઘણી જ સેક્સી લાગતી હતી.

સો.મીડિયામાં તસવીરો શૅર કરીને શું કહ્યું?
સો.મીડિયામાં તસવીરો શૅર કરીને કિઆરાએ કહ્યું હતું, 'મને વરસાચેની નાનકડી હેન્ડ બેગ મળી.' કિઆરા અડવાણીએ વરસાચે બ્રાન્ડનું ડેનિમ કોરસેટ ટોપ પહેર્યું છે. આ ટોપની કિંમત જ 1,12,303 રૂપિયા છે. જ્યારે કિઆરાના હાથમાં રહેલી નાનકડી બેગની કિંમત 1, 65,800 રૂપિયા છે.

લગ્નની ચર્ચા જોરશોરથી થઈ રહી છે
'બોલિવૂડ હંગામા'ના અહેવાલ પ્રમાણે, કિઆરા તથા સિદ્ધાર્થ ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે. બંનેએ લગ્નની ડેટ ફાઇનલ કરી દીધી છે. લગ્ન બાદ બંને મુંબઈમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી આપશે. આ રિસેપ્શનમાં બોલિવૂડના અનેક સેલેબ્સ સામેલ થશે. હાલમાં સિદ્ધાર્થ તથા કિઆરા લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. બંને લગ્નને સિક્રેટ રાખવા માગે છે. કપલ લગ્નની પૂરી તૈયારી કરી લીધા બાદ જ ઓફિશિયલ જાહેરાત કરશે.

કોણ છે કિઆરા અડવાણી?
કિઆરા અડવાણીનું સાચું નામ આલિયા અડવાણી છે. તેના પિતા જગદીપ અડવાણી સિંધી છે અને બિઝનેસમેન છે. તેની માતા જીનીવીવ જાફરી છે. જીનીવીવ મુસ્લિમ માતા તથા ક્રિશ્ચિન પિતાનું સંતાન છે. જીનીવીવ તથા સ્વ. અશોક કુમાર તથા સ્વ. સઈદ જાફરી સંબંધીઓ થતા હતા. કિઆરાએ 2014માં પહેલી ફિલ્મ 'ફુગલી' રિલીઝ થાય તે પહેલાં પોતાનું નામ બદલ્યું હતું. ફિલ્મ 'અંજાના અંજાની' (2010)માં પ્રિયંકા ચોપરાના પાત્રનું નામ કિઆરા હતું. સલમાન ખાને કિઆરાને નામ બદલવાની સલાહ આપી હતી, કારણ કે બોલિવૂડમાં આલિયા ભટ્ટ એક જાણીતી એક્ટ્રેસ હતી. સલમાનની સલાહ માનીને નામ ચેન્જ કર્યું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow