ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો!

ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો!

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર ફેન્સ સાથે પર્સનલ લાઈફની સુંદર ઝલક શેર કરે છે. તાજેતરમાં કપલે એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેમાં નિક જોનસ અને પ્રિયંકા બીચ પર લિપલોક કરતા જોવા મળ્યા હતા.

પતિ સાથે બીચ પર રોમેન્ટિક થઈ પ્રિયંકા ચોપરા કપલે ઇન્સ્ટાગ્રામમાં વીડિયો શેર કર્યો છે, જેમાં બંને બીચ પર પ્રેમભર્યા ક્ષણો વિતાવતા જોવા મળે છે. આ વીડિયોમાં પહેલાં નિક બીચ પર એકલો ઊભો હોય છે અને લખ્યું હોય છે- 'તેના વગર', પછી પ્રિયંકા દોડતી આવે છે અને 10 વર્ષ નાના પતિ સાથે રોમેન્ટિક થઈ જાય છે અને બંને લિપલોક કરે છે. આ સમયે સ્ક્રીન પર લખ્યું હોય છે- તેની સાથે! બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં, જોનાસ બ્રધર્સ'નું નવું ગીત 'આઈ કાન્ટ લોસ' વાગી રહ્યું છે.

લુક વિશે વાત કરવામાં આવે તો, નિક જોનસે બ્લેક સ્લીવલેસ ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરી છે અને લાલ કેપ સાથે લુક પૂર્ણ કર્યો હતો. તો પ્રિયંકા ચોપરાએ બ્લેક કલરની બિકીની પહેરી છે. આ રોમેન્ટિક વીડિયો સૌપ્રથમ નિકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

પ્રિયંકા અને નિકના લગ્ન 2018માં થયા હતા પ્રિયંકા અને નિકે મે 2018માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું અને તે જ વર્ષે ઓગસ્ટમાં સગાઈ કરી. ડિસેમ્બર 2018માં, તેમણે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા. બંનેએ પોતપોતાની સંસ્કૃતિનો આદર કરીને લગ્ન કર્યા. પહેલા લગ્ન હિન્દુ વિધિઓ અનુસાર અને બીજી વખત ખ્રિસ્તી વિધિઓ અનુસાર થયા. આ દંપતીએ 2022માં સરોગસી દ્વારા તેમની પહેલી પુત્રી માલતી મેરી જોનાસનું સ્વાગત કર્યું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow