ખંભાળિયાના ભાડથરમાં કિંમતી જમીન મામલે બઘડાટી, ફાયરિંગ: 5ને ઈજા

ખંભાળિયાના ભાડથરમાં કિંમતી જમીન મામલે બઘડાટી, ફાયરિંગ: 5ને ઈજા

દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીક ભાડથર ગામે બુધવારે બપોરે લાખોની કિંમત ધરાવતી જમીન બાબતે બે જુથ વચ્ચે ઘર્ષણ થયુ હતુ જેમાં ફાયરીંગ થતા ભારે દોડધામ મચી જવા પામી હતી.જયારે પાંચ વ્યકિતને ઇજા પહોચતા હોસ્પીટલમાં ખસેડાયા હતા. જેસબી મારફતે જમીન ખાલી કરાવવા મામલે લોહીયાળ ઘિંગાણુ થયાનુ ખુલ્યુ છે.ગામમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી પોલીસે એક રાજકી્ય આગેવાન સહિતના સામે ફાયરીંગ મામલે ગુનો નોંધી તેને દબોચી લેવા કવાયત શરૂ કરી છે.

સુમાહિતગાર સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ખંભાળીયા તાલુકાના ભાડથરમાં બુધવારે બપોરે જમીન બાબતે બે જૂથો વચ્ચે માથાકુટ બાદ ઘર્ષણ થતા મામલો ભારે ઉગ્ર થયો હતો. જેમાં કેટલાક એક જુથના અમુક શખ્સોએ હથિયાર વડે ફાયરિંગ કરતા બીજા જુથના ચારથી પાંચ લોકોને ઇજા થવા પામી હતી. જે તમામ ઇજાગ્રસ્તોને ખંભાળીયાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જે પૈકી ગંભીર ઇજાગ્રસ્ત બે લોકોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં એક યુવાનની હાલત અત્યંત નાજુક ગણવામાં આવી રહી છે.

બનાવની જાણ થતાં ડીવાય એસપી ચોધરી, પીઆઇ જુડાલ સહિતના અધિકારીઓ થતા પોલીસ કાફલો ભાડથર ગામે દોડી ગયો હતો.પોલીસ દ્વારા કોઇ અનિઇચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો બંદોબસ્ત મુકાયો છે. પોલીસ ઇજાગ્રસ્ત લોકોનું નિવેદન નોંધી હત્યાની કોશિશ સહિતના ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow