ખેડૂતો મુદ્દે કોંગ્રેસ હવે જાગી, શનિવારથી મેદાને પડશે

ખેડૂતો મુદ્દે કોંગ્રેસ હવે જાગી, શનિવારથી મેદાને પડશે

ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અને તેમની વિવિધ માંગણીઓના સમર્થનમાં કોંગ્રેસે રાજ્યભરમાં મોટા કાર્યક્રમોની જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા 1 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી રાજ્યના તમામ તાલુકા મથકે ધરણાં કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં મામલતદાર કચેરી સુધી પદયાત્રા કરીને ખેડૂતોની માંગણીઓ સાથેનું આવેદનપત્ર આપવામાં આવશે.

આ ઉપરાંત, 6 નવેમ્બરના રોજ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીને આવેદનપત્ર આપવામાં આવશે. આ સિવાય, 6 નવેમ્બરથી 13 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં 'ખેડૂત આક્રોશ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની શરૂઆત 6 નવેમ્બરના રોજ સોમનાથથી થશે, જેમાં કોંગ્રેસના નેતાઓ ખેડૂતો સાથે સંવાદ કરીને તેમની મુશ્કેલીઓ સાંભળશે. 10 જિલ્લાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આ યાત્રાનું સમાપન 13 નવેમ્બરના રોજ દ્વારકા ખાતે થશે.

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામનગર ચોક મોટેરા સ્ટેડિયમ સુધી પદયાત્રા યોજી કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. ભાજપ સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન ખતમ કરવાનો પ્રયાસ કરી રહી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના દિવસે મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવા માટેની માગ ઉઠી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલી સરદાર પટેલ સ્ટેડિયમ કરવા માટે કોંગ્રેસ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે. 2028માં નરેન્દ્ર મોદીની સ્ટેડિયમનું નામ બદલી સરદાર પટેલ સ્ટેડિયમ નામ કરવા માટે કોંગ્રેસના નેતાઓએ સંકલ્પ લીધો છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow