ખાટુ શ્યામ મંદિરમાં ચોરી, CCTV

ખાટુ શ્યામ મંદિરમાં ચોરી, CCTV

રાજકોટમાં ખાટુ શ્યામ મંદિરની દાનપેટી તોડી તેમાંથી રૂ. 65,000ની ચોરી કરી જતા શખ્સને ગાંધીગ્રામ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. એક શખ્સ મંદિરમાં પ્રવેશી સ્ટીલની દાનપેટી તોડતો હોય એવા CCTV સામે આવ્યા હતા જેના આધારે પોલીસે કરેલી તપાસમાં તે શખ્સ વિવેક ચૌહાણ હોવાનું ખુલ્યુ હતુ. જેથી પોલીસે તેની ધરપકડ કરી છે અને આગળની કરેલી તપાસમાં ખુલ્યું છે કે, આ શખ્સ સામે શહેરના અલગ અલગ પોલીસ મથકમાં 16 ગુના નોંધાઈ ચૂક્યા છે.

65 હજારની રોકડ રકમની ચોરી કરી નાસી ગયો હતો ગત તા.21 નવેમ્બરના મોડી રાત્રિના જામનગર રોડ ઉપર સૈનિક સોસાયટી પાસે આવેલા કર્નલ બંગલાની બાજુમાં નવા બની રહેલા ખાટુ શ્યામ મંદિરમાં દાનપેટી તોડી અજાણ્યો શખ્સ રૂ.65 હજારની રોકડ રકમની ચોરી કરી નાસી ગયો હતો. જે અંગે મંદિરના પૂજારી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે મંદિરના સીસીટીવી તપાસ્યા હતા જેમાં એક શખ્સ મંદિરની સ્ટીલની દાન પેટી થોડી તેમાંથી પૈસા લઈ જતો દેખાયો હતો.

પોલીસે CCTVના આરોપીની ધરપકડ કરી જેથી પોલીસે CCTVના આધારે ચોરી કરતા શખ્સને ઓળખી લીધો હતો. જે ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતો 39 વર્ષીય વિવેક બિરેન્દ્રસિંગ ચૌહાણ હોવાનું ખુલ્યુ હતુ. જેથી પોલીસે રોકડ રકમ સાથે આ શખ્સને ઝડપી લીધો હતો. વિવેક સામે અગાઉ ગાંધીગ્રામ ઉપરાંત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, થોરાળા, માલવિયા નગર, એ ડિવિઝન, તાલુકા પોલીસ સ્ટેશન અને પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં મળી 16 ગુના નોંધાઈ ચૂક્યા છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow