ખાદ્યપદાર્થોના ભાવ વધ્યા, ઓક્ટોબરમાં તે -1.21% પર હતી

ખાદ્યપદાર્થોના ભાવ વધ્યા, ઓક્ટોબરમાં તે -1.21% પર હતી

નવેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી (WPI) વધીને -0.32% પર પહોંચી ગઈ છે. ખાદ્યપદાર્થો મોંઘા થવાથી મોંઘવારી વધી છે. આ પહેલા ઓક્ટોબરમાં તે -1.21% પર આવી ગઈ હતી.

જ્યારે સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી 0.13% અને ઓગસ્ટમાં તે 0.52% રહી હતી. વાણિજ્ય મંત્રાલયે આજે એટલે કે 15 ડિસેમ્બરે જથ્થાબંધ મોંઘવારીના આંકડા જાહેર કર્યા છે.

નવેમ્બરમાં છૂટક મોંઘવારી દર ઓક્ટોબરના 0.25%થી થોડો વધીને 0.71% પર પહોંચી ગયો છે. નવેમ્બર મહિનામાં મોંઘવારીમાં વધારો શાકભાજી, ઇંડા, માંસ-માછલી, મસાલા, ઇંધણ અને વીજળીના ભાવ વધવાને કારણે થયો છે. છૂટક મોંઘવારીના આંકડા 12 ડિસેમ્બરે જાહેર થયા હતા.

હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI)નો સામાન્ય માણસ પર અસર જથ્થાબંધ મોંઘવારી લાંબા સમય સુધી વધતી રહેવાથી મોટાભાગના ઉત્પાદક ક્ષેત્રો પર તેની ખરાબ અસર પડે છે. જો જથ્થાબંધ ભાવ ખૂબ લાંબા સમય સુધી ઊંચા સ્તરે રહે છે તો ઉત્પાદકો તેનો બોજ ગ્રાહકો પર નાખી દે છે. સરકાર ફક્ત ટેક્સ દ્વારા WPIને નિયંત્રિત કરી શકે છે.

જેમ કે ક્રૂડ ઓઇલમાં તીવ્ર વધારાની સ્થિતિમાં સરકારે ઇંધણ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જોકે, સરકાર ટેક્સ કપાત એક મર્યાદામાં જ ઘટાડી શકે છે. WPIમાં વધુ વેઇટેજ મેટલ, કેમિકલ, પ્લાસ્ટિક, રબર જેવા ફેક્ટરી સંબંધિત સામાનનું હોય છે.

Read more

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow
અમેરિકાએ રશિયન જહાજ પકડ્યું, તેના પર 3 ભારતીય હતા

અમેરિકાએ રશિયન જહાજ પકડ્યું, તેના પર 3 ભારતીય હતા

અમેરિકાએ બુધવારે જે રશિયન જહાજ મેરિનેરાને પકડ્યું હતું, તેના પર ત્રણ ભારતીય નાગરિકો પણ સવાર હતા. આ માહિતી રશિયન ન્યૂઝ એજન્સી રશિયા ટુડે

By Gujaratnow