કેટરિના કૈફના ઘરે ટૂંક સમયમાં પારણું બંધાશે!

કેટરિના કૈફના ઘરે ટૂંક સમયમાં પારણું બંધાશે!

બોલિવૂડના સૌથી પોપ્યુલર કપલના ઘરે ટૂંક સમયમાં પારણું બંધાવાનું છે. એક્ટ્રેસ કેટરિના કૈફ અને એક્ટર વિક્કી કૌશલ ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં તેમના પહેલા બાળકને વેલકમ કરવા જઈ રહ્યાં હોવાની કપલની નજીકનાં સૂત્રોએ પુષ્ટિ કરી છે. બાળકના જન્મ બાદ માતૃત્વનો આનંદ માણવા કેટરિના લાંબી રજા પર જવાની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન બાદથી જ કેટરિનાની પ્રેગ્નન્સીના સમાચારો ચર્ચામાં રહે છે. અગાઉ અનેક વખત એક્ટ્રેસ પ્રેગ્નન્ટ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. થોડા સમય પહેલાં કેટ અને વિક્કી લાંબા સમય બાદ સાથે દેખાયાં હતાં. મુંબઈ નજીક આવેલા અલીબાગ ખાતે વેકેશન માણવા માટે જઈ રહ્યાં હતાં એ સમયે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેમાં એક્ટ્રેસે પહેરેલાં ઢીલાં કપડાં અને વિક્કીને કેટરિનાની સંભાળ રાખતો જોઈને ફેન્સમાં પ્રેગ્નન્સીની અટકળો વહેતી થઈ હતી.

જોકે અહેવાલો મુજબ કપલની નજીકનાં સૂત્રોએ કેટરિનાની પ્રેગ્નન્સીના સમાચારની પુષ્ટિ આપી છે. NDTVના અહેવાલ મુજબ, 'કપલની નજીકનાં સૂત્રોએ પુષ્ટિ આપી છે કે વિક્કી અને કેટરિના ઓક્ટોબર કે નવેમ્બરમાં પહેલી વખત માતા-પિતા બનશે, પરંતુ તેમણે આ અંગે હજુ સુધી મગનું નામ મરી પાડ્યું નથી.

NDTVએ સૂત્રોને ટાંકીને એમ પણ લખ્યું છે કે 'બાળકના જન્મ પછી કેટરિના લાંબી મેટરનિટી લીવ પર જવાની છે, તે તેના બાળકનો જાતે ઉછેર કરવા માગે છે.'

Read more

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow
અમેરિકાએ રશિયન જહાજ પકડ્યું, તેના પર 3 ભારતીય હતા

અમેરિકાએ રશિયન જહાજ પકડ્યું, તેના પર 3 ભારતીય હતા

અમેરિકાએ બુધવારે જે રશિયન જહાજ મેરિનેરાને પકડ્યું હતું, તેના પર ત્રણ ભારતીય નાગરિકો પણ સવાર હતા. આ માહિતી રશિયન ન્યૂઝ એજન્સી રશિયા ટુડે

By Gujaratnow