કેટરીના કૈફે લગ્ન પછીના પહેલા ‘કરવાચોથ’ નો અનુભવ કર્યો શેર

કેટરીના કૈફે લગ્ન પછીના પહેલા ‘કરવાચોથ’ નો અનુભવ કર્યો શેર

તાજેતરમાં જ ‘કરવાચોથ’ નો તહેવાર હતો જેમાં બધી જ સુહાગણ મહિલાએ પોતાના પતિ માટે વ્રત અને ઉપવાસ રાખીને આ તહેરવાની ઉજવણી કરી હતી. જો કે કરવાચોથ સાથે જોડાયેલ ઘણી તસ્વીરો પણ હાલમાં સોસીયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે, જેમાં પત્નીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાથના કરતી જોવા મળી છે.

જો કે સામાન્ય લોકોએ જ ‘કરવાચોથ’ નો તહેવાર ઉજવ્યો હોય તેવું નથી, કારણ કે ઘણા બોલીવૂડ સ્ટાર્સે પણ આ તહેવારની ઉજવણી કરી હતી, જેમાં કેટરીના કૈફે પણ પોતાના પતિ વિકી કૌશલ સાથે પહેલા ‘કરવાચોથ’ ની ઉજવી કરી હતી. આટલું જ નહિ પરંતુ અભિનેત્રીએ આ સમયના પોતાના અનુભવને લોકો સાથે શેર પણ કર્યા છે.

સુત્રો મુજબ કેટરીનાએ જણાવ્યું કે તેને ભારતીય પરંપરાઓ અને રીતરિવાજો ખૂબ જ પસંદ છે.આવી સ્થિતિમાં જયારે તેમના લગ્ન થયા અને કરાવવાચોથ વિશે ખબર પડી ત્યારથી તે તેના માટે ઉત્સાહિત હતી. જો કે આ સમયે તેણે પોતાના પતિ માટે વ્રત રાખી ઉપવાસ કર્યો હતો, આટલું જ નહિ પરંતુ ચંદ્ર જોઇને પતિ સાથે આની ઉજવણી કરી હતી.

અભિનેત્રીએ તો એવું પણ જણાવ્યું કે આ માટે તેઓએ માનસિક રીતે તૈયાર કરી હતી, કારણ કે આ સમયે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.ખાસ કરીને ખૂબ ભૂખ લાગી હતી. જયારે કેટરીનાએ વધુમાં જણાવ્યું કે તેના માટે સૌથી ખાસ વાત એ હતી કે તેના પતિએ પણ તેના માટે ઉપવાસ રાખ્યો હતો.

તમને જણાવી દઈએ કે લગ્ન પછી કેટરીનાની આ પહેલી કરાવવા ચોથ હતી.જેમાં આખા પરિવારે પણ તેમને ટેકો આપ્યો અને તહેવારને ખાસ બનાવ્યો હતો, જયારે અભિનેત્રીએ તાજેતરમાં તેમના આ ખાસ દિવસની કેટલીક તસ્વીરો પણ ચાહકો સાથે શેર કરી છે, જેમાં અભિનેત્રી ખુશ સુંદર રીતે તૈયાર થયેલી જોવા મળી છે.ચાહકો તેમની આ બધી તસ્વીરો પણ ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow