કેરળના લેસ્બિયન કપલનો ફોટોશૂટ વાયરલ, સ્કૂલમાં પ્રેમમાં પડી ફાતિમા અને અદીલા

કેરળના લેસ્બિયન કપલનો ફોટોશૂટ વાયરલ, સ્કૂલમાં પ્રેમમાં પડી ફાતિમા અને અદીલા

સોશિયલ મીડિયા પર એક લેસ્બીયનકપલ ફાતિમાં નૂરા અને અદીલા નાસરીનનો ફોટો વાયરલ થઈ રહી છે. તેમણે હાલમાં જ એક વેડિંગ ફોટો શુટ કરાવ્યું છે. જેમાં કપલ સાડીનાં જોડામાં દેખાઈ રહ્યું છે. ફોટોમાં તે બંને એકબીજાને ફૂલમાળા પહેરાવતા પણ નજરે પડી રહ્યા છે.

ફાતિમા અને અદિલાની વાત સંઘર્ષ ભરી છે. એમણે એકબીજોના પ્રેમ મેળવવા માટે ખૂબ જ મુશ્કેલી પડી હતી. ત્યારે તેઓએ કોર્ટના ધક્કા પણ ખાવા પડ્યા હતા. કપલ મૂળ કેરલનું રહેવાસી છે. આદિલા 12 માં ધોરણમાં ભણતી હતી ત્યારથી જ તે ફાતિમાની દિવાની થઈ ગઈ હતી. તે બંનેએ સાઉદી અરબમાં અભ્યાસ કરી રહ્યા છે.‌

19 મે નાં રોજ ફાતિમા અને આદિલ પોત પોતાનાં ઘરેથી ફરાર થઈ ગયા હતા અને LGBTQIA  વેલફેર સેન્ટરમાં જઈને રહેવા લાગ્યા હતા. તેમનો પરિવાર પણ ત્યાં પહોચ્યા હતા અને ભારે હોબાળા બાદ બંને યુવતીઓને ત્યાંથી ઝડપી લેવામાં આવી હતી.

કપલે તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું

આ પછી અદિલા પોતાના અધિકારો માટે કેરળ હાઈકોર્ટ પહોંચી. કોર્ટે 31 મે 2022ના રોજ કપલને સાથે રહેવાની મંજૂરી આપી હતી. ત્યારથી બંને સાથે રહે છે. તે બંને ચેન્નાઈમાં રહે છે. અને આઈટી કંપનીમાં નોકરી કરે છે. આ કપલે તાજેતરમાં ફોટોશૂટ પણ કરાવ્યું હતું. જે વાયરલ થયો હતો. પોસ્ટ પર, લોકો કપલને તેમના લગ્ન માટે અભિનંદન આપતા જોવા મળ્યા હતા.

પરંતુ એક ઈન્ટરવ્યુમાં કપલે જણાવ્યું કે બંનેએ હજુ સુધી લગ્ન કર્યા નથી. જો કે સમય આવશે ત્યારે બંને લગ્ન પણ કરી લેશે. તમને જણાવી દઈએ કે આ કપલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે. બંનેને લગભગ 30-30 હજાર લોકો ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow