કેનેડામાં વધુ એક પાકિસ્તાની એરલાઇન સ્ટાફનો સભ્ય ગુમ
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ના સિનિયર ફ્લાઇટ એટેન્ડન્ટ આસિફ નજમ કેનેડામાં ગાયબ થઈ ગયા છે. તેઓ 16 નવેમ્બર, 2025ના રોજ લાહોર (ફ્લાઇટ PK-789)થી ટોરોન્ટો પહોંચ્યા હતા. તેમને 19 નવેમ્બરના રોજ પરત ફરતી ફ્લાઇટ PK-798માં ડ્યુટી પર રિપોર્ટ કરવાનું હતું, પરંતુ તેઓ રિપોર્ટ થયા નહીં.
જ્યારે એરલાઈને તેમને ફોન કરીને પૂછ્યું કે તેઓ કેમ નથી આવી રહ્યા, ત્યારે આસિફે પોતાની તબિયત ખરાબ હોવાનો દાવો કર્યો. ત્યારબાદ તેમનો ફોન બંધ થઈ ગયો. ત્યારથી તેમનો કોઈ સંપર્ક થયો નથી.
PIAએ જણાવ્યું છે કે જો આસિફનું ગુમ થવું ગેરકાયદેસર હોવાનું માલૂમ પડશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ વર્ષે આ ત્રીજી ઘટના છે. 2025માં કેનેડામાં બે અન્ય સભ્યો અગાઉ ગાયબ થઈ ગયા હતા.
છેલ્લા ત્રણ વર્ષમાં, કેનેડા પહોંચ્યા પછી 15થી વધુ PIA કર્મચારીઓ ગાયબ થઈ ગયા છે. આ પાછળના કારણો આર્થિક મુશ્કેલીઓ, ઓછા પગાર અને પાકિસ્તાનમાં નોકરીની અસુરક્ષા હોવાનું માનવામાં આવે છે.