ઘરે કાળો કૂતરો પાળવો માનવામાં આવે છે શુભ, આ દેવી-દેવતાઓ થશે પ્રસન્ન, ગ્રહ-દોષ થશે દૂર

ઘરે કાળો કૂતરો પાળવો માનવામાં આવે છે શુભ, આ દેવી-દેવતાઓ થશે પ્રસન્ન, ગ્રહ-દોષ થશે દૂર

બધા પ્રાણીઓમાં કૂતરો સૌથી વફાદાર હોય છે. આજકાલ ઘણા લોકો ઘરે કૂતરા પાળે છે. કેટલાક લોકો કૂતરાને માત્ર શોખ માટે જ નહીં પરંતુ તેને પરિવારનો હિસ્સો પણ બનાવે છે. આ સાથે કૂતરો પણ ઘરની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં કૂતરાને પાળવાનું પણ જ્યોતિષશાસ્ત્રમાં મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે. તેનાથી કુંડળીમાં રહેલા ઘણા ગ્રહ દોષો દૂર થાય છે અને ઘણી સમસ્યાઓથી રાહત મળે છે.

શનિ અને કેતુ ગ્રહ થાય છે મજબૂત
શાસ્ત્રોમાં કાળો કૂતરો શનિ અને કેતુ ગ્રહોને મજબૂત કરવા માટે શુભ માનવામાં આવે છે. બીજી તરફ વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં કૂતરો પાળવો પણ શુભ માનવામાં આવે છે. આ પ્રમાણે જ્યાં કાળો કૂતરો હોય છે ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો.

ઘરે કાળો કુતરો પાળવાના લાભ
સંતાન સુખની પ્રાપ્તિ માટે
શાસ્ત્રો અનુસાર જો સંતાન સુખમાં કોઈ પ્રકારનો અવરોધ હોય તો ઘરમાં કાળો કૂતરો રાખવો જોઈએ. તેનાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. સંતાન પ્રાપ્તિ અને બાળકના સ્વાસ્થ્ય માટે ઘરમાં કાળો કૂતરો રાખવો શુભ માનવામાં આવે છે.

ધન સંબંધી મુશ્કેલીઓ માટે
જે ઘરમાં કાળો કૂતરો હોય છે તેને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. સાથે જ કૂતરા પાળવાથી રોકાયેલા પૈસા પણ પાછા મળવા લાગે છે. નોકરી અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ માટે કાળો કૂતરો પાળવો ખૂબ જ અસરકારક છે.

ગ્રહ-દોષ થાય છે દૂર
જ્યોતિષશાસ્ત્રમાં કાળો કૂતરો કેતુ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જ કાળો કૂતરો પાળવાથી કે તેની સેવા કરવાથી કેતુ ગ્રહની અશુભ અસર સમાપ્ત થાય છે. એવું કહેવાય છે કે 22 કે તેથી વધુ નખ ધરાવતા કૂતરાઓ કેતુનું સ્વરૂપ છે.

કાળો કૂતરો પાળવાથી ભૈરવ બાબા પણ પ્રસન્ન થાય છે. કારણ કે કાળો કૂતરો ભૈરવ બાબાનો સેવક માનવામાં આવે છે. કાળા કૂતરાની સેવા કરવાથી પણ શનિની સાડાસાતની અસર ઓછી થાય છે.

નકારાત્મકતા દૂર કરવા માટે
કહેવાય છે કે જે ઘરમાં કાળો કૂતરો હોય છે ત્યાં નકારાત્મક ઉર્જા કે શક્તિઓ વાસ કરતી નથી. કારણ કે કૂતરામાં ભવિષ્યની ઘટનાઓ જાણવાની અને નકારાત્મક શક્તિઓને જોવાની શક્તિ હોય છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow