ઘરમાં આ વસ્તુઓ રાખી દો દુષ્ટ શક્તિઓનો થશે વિનાશ, ધન પ્રાપ્તિ અને નજર દોષ માટે કરો આટલા ઉપાય

ઘરમાં આ વસ્તુઓ રાખી દો દુષ્ટ શક્તિઓનો થશે વિનાશ, ધન પ્રાપ્તિ અને નજર દોષ માટે કરો આટલા ઉપાય

ચંદન

નજર દોષ, ધન પ્રાપ્તિ અને ગૃહ કલેશમાંથી મુક્તિ મેળવવા માટે આ વસ્તુઓનો ધૂપમાં ઉપયોગ કરી શકાય છે. જો કોઈ જાતકની પ્રગતિમાં અડચણો આવી રહી છે અને ઘરમાં અનાવશ્યક રીતે પૈસા ખર્ચ થઇ રહ્યાં છે તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘરમાં ચંદનનો ધૂપ આપવો જોઈએ. જેના માટે ચંદન, ઈલાયચી અને કપૂરને એકસાથે મિક્સ કરીને પ્રગટાવો. ઘરમાં તેનો ધૂપ આપવાથી સુખ-સમૃદ્ધીનો વાસ થાય છે.

ગુગળ

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક સમસ્યા માટે અલગ-અલગ વસ્તુઓના ધૂપ અંગે જણાવવામાં આવ્યું છે. જો તમારા ઘરમાં વારંવાર ઝગડા થાય છે તો તેના માટે ગુગળનો ધૂપ ખૂબ લાભદાયક અને ફાયદાકારક જણાવવામાં આવ્યો છે. જેનો ધૂપ આપવાથી નજર દોષ દૂર થાય છે અને કોઈ પણ પ્રકારની આકસ્મિક ઘટના બનતી નથી. ધૂપેલિયામાં ગુગળ નાખીને ઘરમાં ધૂપ આપવો જોઈએ.

કપૂર અને લવિંગ

જો કોઈ જાતક નાણાની સમસ્યાથી પીડાતો હોય. પૈસા આવે છે, પરંતુ ઘરમાં ધનની બરકત થતી નથી તો તેના માટે તમારે કપૂર અને લવિંગનો ધૂપ આપવો જોઈએ. આમ કરવાથી માં લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

કેસર

જો કોઈ વ્યક્તિને ઘરમાં નકારાત્મક અને ખરાબ શક્તિઓનો પ્રભાવ મહેસૂસ થઇ રહ્યો છે તો તેના માટે કેસરનો ઉપાય વધુ અસરકારક છે. જેના માટે ગાયત્રી કેસરમાં ગુગળ મિક્સ કરીને ધૂપ આપો. આ ઉપાયને સતત 21 દિવસ સુધી કરવાથી લાભ મળે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow