કચ્છના નાના રણમાં 18 કલાકથી ફસાયેલા 9 લોકોનું રેસ્ક્યૂ

કચ્છના નાના રણમાં 18 કલાકથી ફસાયેલા 9 લોકોનું રેસ્ક્યૂ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીથી ચાર મોટર સાયકલ લઈને કચ્છના નાના રણમાં વાછરાડાડાના મંદિરે દર્શને કરવા નીકળેલા 9 યુવકો અને તેમની મદદે ગયેલા 3 પરિવારજનો સહિત 12 લોકો ફસાઈ જતા પોલીસે ટ્રેકટરની મદદથી તમામનું રેસ્ક્યૂ કર્યું હતું. રણમાં 12 લોકો ફસાયા હોવાની પાટડી પોલીસને કંટ્રોલ રૂમ મારફત જાણ થતા પોલીસકર્મીઓ થાર લઈને રેસ્ક્યૂ માટે નીકળ્યા હતા. પરંતુ, વરસાદના કારણે રણમાં કાદવ થઈ ગયો હોય થાર પણ ખૂંપી ગઈ હતી. અંતે ટ્રેકટરની મદદથી ફસાયેલા 12 લોકો, તેના મોટરસાયકલ અને થારને બહાર કાઢવામાં આવી હતી. 20 થી 25 કિલોમીટર સુધી ચાલીને થાકી ગયેલા યુવકો રણમાં જ ઊંઘી ગયા હતા. 9 યુવકોને 15 કલાકે પાણી પીવા મળ્યું હતું. રણમાં ફસાયેલા યુવકો અને તેના રેસ્ક્યૂ ઓપરેશનના દિલધડક દ્રશ્યો હવે સામે આવ્યા છે.

પાટડીના નવ મિત્રો 16 ઓગસ્ટે બપોરે બે વાગ્યે ચાર બાઈક લઈને પાટડીથી ખારાઘોડા થઈને કચ્છના નાના રણમાં આવેલી ઐતિહાસિક વાછડાદાદાની જગ્યાએ દર્શન કરવા નીકળ્યા હતા.રણમાં વાછડાદાદાની જગ્યા માત્ર 10 કિમી દૂર હતી અને વરસાદ વરસવાનો શરુ થયો હતો.બાદમાં મુશળધાર વરસાદ શરુ થતાં આ નવેય મિત્રો ચાર બાઈક સાથે રણમાં અટવાયા હતા.બાદમાં આ નવેય મિત્રોએ કાદવમાં બાઈકને માંડ બેથી ત્રણ કિમી દોરીને લઇ જતા થાકી ગયા હતા.બાદમાં દિશાભ્રમ થતાં રણમાં રસ્તો ભૂલી ગયા હતા.ભૂખ અને તરસને કારણે એમની હાલત કફોડી બની ગઈ હતી.

Read more

દિલ્હીના CM પર હુમલો કરનાર રાજકોટનો પશુપ્રેમી નીકળ્યો

દિલ્હીના CM પર હુમલો કરનાર રાજકોટનો પશુપ્રેમી નીકળ્યો

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જનસુનાવણી કાર્યક્રમમાં હુમલો કરનાર રાજકોટનો પશુપ્રેમી નીકળ્યો છે. રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આાવે

By Gujaratnow
શિલ્પા શેટ્ટીએ લગ્ન માટે રાખી હતી શરત

શિલ્પા શેટ્ટીએ લગ્ન માટે રાખી હતી શરત

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના લગ્નને 16 વર્ષ થયા છે. આ સમય દરમિયાન, બંનેએ દરેક ઉતાર-ચઢાવમાં એકબીજાને સાથ આપ્યો છે. 2009માં લગ્ન કરતાં પહેલાં, બંને

By Gujaratnow
રાજકોટમાં ગેંગવોરમાં થયેલા ફાયરિંગના શોકિંગ CCTV

રાજકોટમાં ગેંગવોરમાં થયેલા ફાયરિંગના શોકિંગ CCTV

રાજકોટ શહેરમાં 15મી ઓગસ્ટે મોડી રાત્રે કોઠારીયા રોડ પર ગેંગવોરમાં થયેલા ફાયરીંગના સીસીટીવી સામે આવ્યા છે. 6 મહિના પૂર્વે કુખ્યાત સમીર ઉર્

By Gujaratnow
મુંબઈમાં વરસાદ-ભીડને કારણે મોનોરેલ પાટા પર ફસાઈ

મુંબઈમાં વરસાદ-ભીડને કારણે મોનોરેલ પાટા પર ફસાઈ

મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં સતત બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. મંગળવારે મુંબઈના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘણી જગ્

By Gujaratnow