કૌશલ્ય વિકાસ અંગે રાજકોટના ઉદ્યોગકારો સાથે એન.એસ.ડી.સી.ના પ્રતિનિધિઓની બેઠક

કૌશલ્ય વિકાસ અંગે રાજકોટના ઉદ્યોગકારો સાથે એન.એસ.ડી.સી.ના પ્રતિનિધિઓની બેઠક

રાજકોટ કૌશલ્ય વિકાસ નિગમ (એન.એસ.ડી.સી.)ના પ્રતિનિધિઓએ આજે રાજકોટના વિવિધ ઉદ્યોગ એસોસિએશન સાથે બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકનો હેતુ સ્પષ્ટ કરતા નિગમના પ્રતિનિધિશ્રી પારૂલ મહાજને જણાવ્યું હતું કે, એકતરફ ઉદ્યોગોમાં તાલીમબદ્ધ માનવબળની અછત છે, બીજીતરફ શૈક્ષિણક સંસ્થાઓમાં ઉદ્યોગોની વર્તમાન અને બદલાતી જરૂરિયાત મુજબની તાલીમ મળતી નથી. તેમણે કહ્યું કે, આ ગેપને કેમ પૂર્ણ કરવા ઉદ્યોગો પોતાની જરૂરિયાતો નિગમને જણાવે, અને એ મુજબ શૈક્ષણિક સંસ્થાઓ તાલીમ આપે તેવી વ્યવસ્થા ઊભી કરવા કવાયત ચાલી રહી છે. જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ રાજકોટના ઉદ્યોગો દ્વારા દેશના સકલ ઘરેલુ ઉત્પાદન (જી. ડી.પી.)માં આપતા યોગદાનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, જિલ્લાના ઉદ્યોગો ચારથી પાંચ લાખ લોકોને રોજગારી આપે છે. સમગ્ર દેશમાં રાજકોટને નેશનલ સ્કીલ એવોર્ડ મળ્યો છે, જે ઉદ્યોગોને આભારી છે.

ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, બધા ઉદ્યોગ એસોસિએશનને એક મંચ પર લાવીને સ્ટાર્ટ અપ ઇન્ડિયા સાથે જોડવામાં આવશે. રાજકોટ જિલ્લામાં આગામી સમયમાં ઉદ્યોગો માટે કન્વેન્શન સેન્ટર, સ્કીલ અપગ્રેડેશન સેન્ટર પણ બનશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ તકે વિવિધ ઉદ્યોગ એસોસિયેશન અને યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓએ કૌશલ્ય વિકાસ અંગે તેમના દ્વારા કરાતા પ્રયાસોની માહિતી આપી હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow