કાજોલે 'સલામ વેન્કી'માં આમિર ખાનના પાત્રને લઇને ઉઠાવ્યો પડદો, ઈન્ટરવ્યુમાં કર્યા ભરપૂર વખાણ

કાજોલે 'સલામ વેન્કી'માં આમિર ખાનના પાત્રને લઇને ઉઠાવ્યો પડદો, ઈન્ટરવ્યુમાં કર્યા ભરપૂર વખાણ

કાજોલ અપકમિંગ ફિલ્મ સલામ વેન્કીના પ્રમોશનમાં વ્યસ્ત

આ ફિલ્મમાં કાજોલની સાથે ફનામાં તેમના કો-સ્ટાર રહેલા આમિર ખાન પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યાં છે. કાજોલ હાલમાં અપકમિંગ ફિલ્મ સલામ વેન્કીને લઇને ચર્ચામાં છવાઈ છે. ફિલ્મના પ્રમોશનમાં તેમણે કોઈ કસર બાકી રાખી નથી. રેવતીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ સલામ વેન્કી એક બુક પર આધારિત છે, જેમાં કાજોલ એક બિમાર યુવકની માંની ભૂમિકામાં જોવા મળશે.

આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરશે

ફિલ્મને હિટ કરાવવાના પ્રયાસમાં કાજોલ અત્યારે ફિલ્મનુ સારી રીતે પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મની ખાસ વાત એવી પણ છે કે તેમાં કાજોલ ફનાના પોતાના કો-સ્ટાર આમિર ખાનની સાથે એક વખત ફરીથી સ્ક્રીન શેર કરવાની છે. આ ફિલ્મમાં આમિર ખાન કેમિયો કરતા દેખાશે. હાલમાં એક ઈન્ટરવ્યુ દરમ્યાન કાજોલે ફિલ્મમાં આમિર ખાનના પાત્રને લઇને વાત કરી છે.

આમિર દરેક પાત્રમાં પોતાના પ્રાણ ફૂંકી દે છે

કાજોલે હાલમાં એક અખબારને આપેલા પોતાના ઈન્ટરવ્યુમાં પોતાની ફિલ્મ અને ફિલ્મમાં દેખાતા તેમના કો-સ્ટાર આમિર ખાનને લઇને વાતચીત કરી હતી. જે અંગે જણાવતા કાજોલે કહ્યું, આમિર ખાન આ ફિલ્મમાં અમેજિંગ અને ધમાકેદાર રીતે પોતાને રજૂ કરવાના છે. તેમના વિશે સારી વાત એ છે કે તેઓ જે પણ કામ કરે છે. તેના માટે તેઓ સ્ટાઈલાઈજ્ડ હોતા નથી. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે તેઓ પોતાના દરેક રોલમાં કઈક સારું આપવાનો પ્રયાસ કરે છે, તેઓ ક્યારેય વિચારતા નથી કે મને બધુ આવડી ગયુ છે. કાજોલે જણાવ્યું કે આમિરની કામ કરવાની રીત બિલકુલ અલગ છે. તેઓ એક શાનદાર અભિનેતા છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow