કાશ્મીરમાં હિમવર્ષા

કાશ્મીરમાં હિમવર્ષા

દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં નવેમ્બર મહિનામાં દિવસનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું રહેશે, જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતનાં રાજ્યો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં દિવસનું તાપમાન સામાન્યથી વધુ રહેશે. હવામાન વિભાગે મંગળવારે જારી કરેલા રિપોર્ટમાં આ આગાહી કરી છે.

હવામાન વિભાગના મતે, ઉત્તર પશ્ચિમ ભારતને છોડીને દેશના અન્ય રાજ્યોમાં રાતનું તાપમાન સામાન્યથી વધુ રહેશે. આ ઉપરાંત નવેમ્બરમાં ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં દિવસ અને રાતના તાપમાનમાં 15 ડિગ્રીનો ફર્ક નોંધાઈ શકે છે. એટલે કે દિવસે વધુ ગરમી રહેશે અને રાત્રે ઠંડી વધુ રહેશે.

હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું છે કે, નવેમ્બરમાં દેશમાં વરસાદ સામાન્યથી 23% વધુ રહેવાની શક્યતા છે. હાલ દક્ષિણ ભારતમાં ઉત્તર-પૂર્વ મોનસૂન આવ્યું છે. નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં સામાન્ય રીતે 118.7 મિ.મી. વરસાદ નોંધાય છે, જ્યારે સમગ્ર દેશમાં નવેમ્બરમાં 29.7 મિ.મી. વરસાદ થાય છે.

જોકે, દક્ષિણ ભારતના કેટલાક હિસ્સામાં સામાન્યથી ઓછો વરસાદ થઇ શકે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ થવાથી સરેરાશ વરસાદ વધુ રહેશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow