જય શાહે મેસ્સીને T20 વર્લ્ડ કપની ટિકિટ આપી

જય શાહે મેસ્સીને T20 વર્લ્ડ કપની ટિકિટ આપી

સોમવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીનું સન્માન કરવામાં આવ્યું. ICCના અધ્યક્ષ જય શાહે તેમને T20 વર્લ્ડ કપ માટે આમંત્રણ ટિકિટ અને ભારતીય ક્રિકેટ ટીમની જર્સી ભેટમાં આપી. જય શાહે મેસ્સીને દિગ્ગજ ક્રિકેટરોના ઓટોગ્રાફવાળું બેટ પણ ભેટમાં આપ્યું.

મેસ્સીએ સૌથી પહેલા હાથ હલાવીને સ્ટેડિયમમાં હાજર ચાહકોનું અભિવાદન કર્યું. ત્યારબાદ તેણે રોડ્રિગો ડી પોલ અને લુઇસ સુઆરેઝ સાથે કિક કરીને ફેન્સને ફૂટબોલ આપ્યો. તેની એક કિકથી ફુટબોલ સ્ટેડિયમના બીજા માળે પહોંચી ગયો. અહીં મેસ્સી બાળકો સાથે ફૂટબોલ પણ રમ્યો. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સ્ટાર ફૂટબોલર આજે અનંત અંબાણીના આમંત્રણ પર વનતારાની મુલાકાત લઈ શકે છે અને રાત્રિ રોકાણ પણ કરી શકે છે.

આ પહેલા મેસ્સીની એક ઝલક જોવા માટે સ્ટેડિયમની બહાર ચાહકોની મોટી ભીડ એકઠી થઈ હતી. તેમનું રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વહેલી સવારે આગમન થવાનું હતું, પરંતુ દિલ્હીમાં ભારે ધુમ્મસને કારણે તેમની ફ્લાઇટ રોકાઈ ગઈ હતી, જેના કારણે મેસ્સીને થોડા સમય માટે મુંબઈ એરપોર્ટ પર રોકાવાની ફરજ પડી હતી

Read more

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow
અમેરિકાએ રશિયન જહાજ પકડ્યું, તેના પર 3 ભારતીય હતા

અમેરિકાએ રશિયન જહાજ પકડ્યું, તેના પર 3 ભારતીય હતા

અમેરિકાએ બુધવારે જે રશિયન જહાજ મેરિનેરાને પકડ્યું હતું, તેના પર ત્રણ ભારતીય નાગરિકો પણ સવાર હતા. આ માહિતી રશિયન ન્યૂઝ એજન્સી રશિયા ટુડે

By Gujaratnow