જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતા મેંદરડા, વંથલી અને કેશોદ સહિતના તાલુકાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢ કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું કે, મેંદરડામાં સૌથી વધુ 12.5 ઈંચ (314 મીમી) વરસાદ નોંધાયો છે, જ્યારે વંથલીમાં 9.8 ઈંચ અને કેશોદમાં 9.6 ઈંચ વરસાદ પડ્યો છે. આ ભારે વરસાદને કારણે આલિધ્રા જેવા ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

ઘેડમાં પૂરની પરિસ્થિતિનું ફરી પુનરાવર્તન ​જૂનાગઢના ઘેડ વિસ્તારમાં ફરી એકવાર પૂર આવ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ ભારે વરસાદને કારણે નદીના પાળા તૂટ્યા છે, જેના કારણે બામણાસા ઘેડ ગામમાં પાણી ઘૂસી ગયાં છે. પાણીના પ્રવાહથી એક મકાન પણ તૂટી પડ્યું છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ​પાણી ભરાઈ જવાથી આખું ગામ સંપર્કવિહોણું બની ગયું છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. આ પરિસ્થિતિને કારણે લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે.

ભારે વરસાદને કારણે મધુવંતી અને બંધૂકયો નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, જેના કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને વાહનવ્યવહાર ખોરવાયો છે. જિલ્લાના કુલ 18 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેમાં આર.એન.બી. વિભાગના 9 અને પંચાયતના 9 રસ્તાઓનો સમાવેશ થાય છે. આ રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને એસ.ટી. બસના 6 રૂટ પણ રદ કરાયા છે. માણાવદર અને વંથલી તાલુકાના 35 ગામોનો સંપર્ક તૂટી ગયો છે.

Read more

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની એન જ્યોર્જે એક યુવાન રાજકારણી પર તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. રિનીએ 20 ઓગસ્ટના રોજ કોચીમાં પ્

By Gujaratnow
રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

'સોરી મમ્મી... જીવાતું હતું એટલું જીવી લીધું...મને માફ કરી દેજો, હવે મારામાં સહન કરવાની તાકત પૂરી થઈ ગઈ છે. મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા

By Gujaratnow
સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

રાયપુરમાં અમે તમને એક એવી પ્રયોગશાળા વિશે જણાવીશું જ્યાં મચ્છરો ઉછેરવામાં આવે છે. તેમને ઇંડા, લાર્વા અને પ્યુપાથી લઈને પુખ્તાવસ્થા સુધી VIP ટ્રીટમેન્

By Gujaratnow
ટીમ ઇન્ડિયાના સ્પોન્સર ડ્રીમ-11 પર લાગશે પ્રતિબંધ?

ટીમ ઇન્ડિયાના સ્પોન્સર ડ્રીમ-11 પર લાગશે પ્રતિબંધ?

આગામી દિવસોમાં, ડ્રીમ-11, રમી, પોકર વગેરે જેવી ગેમિંગ એપ્લિકેશન બંધ થઈ શકે છે. ડ્રીમ-11 ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સર પણ છે. આજે એટલે કે 20 ઓગસ્

By Gujaratnow