'ઘેલા સોમનાથમાં જળાભિષેક માટે કોઈ ચાર્જ નહીં', તંત્ર વિરુદ્ધ શિવભક્તોની જીત

'ઘેલા સોમનાથમાં જળાભિષેક માટે કોઈ ચાર્જ નહીં', તંત્ર વિરુદ્ધ શિવભક્તોની જીત

જસદણ નજીક આવેલા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ છેલ્લા 8 દિવસથી વિવાદનું કેન્દ્ર બન્યું હતું. જ્યાં સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના નાયબ કલેકટર રાજેશ આલ દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને જળ અભિષેક કરવા માટે રૂ.351ની પહોંચ ફડાવવી પડશેનો હુકમ જાહેર કર્યો હતો.

8 દિવસ સુધી શિવભક્તોએ કરેલા વિરોધ બાદ અંતે જસદણ તંત્ર લોકોની આસ્થા સામે ઝૂક્યું હતું અને આજે ખુદ નાયબ ક્લેક્ટરે પોતાનો જળાભિષેક માટેનો ચાર્જ વસુલવાનો નિર્ણય પરત લીધો છે. આ મામલે રાજેશ આલ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.જેમાં જણાવામાં આવ્યું હતું કે, ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં ભગવાનને જળ અભિષેક કરવા માટે રૂપિયા 350ની વસુલાત કરવામાં આવે છે તે બાબતે રદીયો આપવામાં આવે છે.જળ અભિષેક કરવાનો કોઈ ચાર્જ નથી.'  

શિવભકતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો
નોંધનીય છે કે ઘેલા સોમનાથનું મહત્વ અને માહત્મ્ય સોમનાથ જ્યોતિર્લીંગ જેટલું જ અનન્ય છે. પરીણામે બારેમાસ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોની ભીડ રહેતી હોય છે અને દાદાને ભાવિકો દ્વારા જળાભિષેક સહિત પૂજા-અર્ચના કરવામાં આવતા હોય છે.પરંતુ ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના નાયબ કલેકટર દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને જળ અભિષેક કરવા માટે રૂ.351ની પહોંચ ફડાવવી પડશેનું બોર્ડ લગાવવામાં આવતા શિવભકતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જો કે આ નિર્ણયથી હવે તંત્ર વિરુદ્ધની જંગમાં શિવભક્તોની જીત થઈ હોવાનું ભક્તો જણાવી રહ્યા છે.  

તમામને જળાભિષેક કરવાનો હક છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ દેવાધિદેવ મહાદેવાનું મંદિર છે. અહીં કોઇ એકનો ઇજારો નથી. તમામને જળાભિષેક કરવાનો હક છે. જે રકમ નક્કી કરવામાં આવી છે તે સામાન્ય લોકોને પરવડે તે રીતે નક્કી કરવામાં આવી છે. વેરાવળ સોમનાથ મંદિરમાં પણ પૂજા કરવા માટે નાણાં ચૂકવવા પડે છે. અહીં પણ જે રકમ આવશે તે યાત્રિકોની સુવિધાઓ માટે વપરાવાની છે. આ સરકાર સંચાલિત મંદિર છે અને યાત્રિકોની સુવિધા માટે અમે આ પ્રકારના નિર્ણયો લેતા હોઇએ છીએ. હું આ મંદિરનો ઉપાધ્યક્ષ અને નાયબ કલેકટર છું . તેથી મારે જ બધા નિર્ણયો કરવાના હોય છે એટલે ઉપાધ્યક્ષ તરીકે મેં જ આ નિર્ણય લીધો છે. જો કે હવે તેમણે નિર્ણય પાછો લેતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.  

ઐતિહાસિક માહાત્મ્ય
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની યાદીમાં સ્થાન ધરાવતું 15મી સદીનું ઐતિહાસિક મહાદેવનું મંદિર. પવિત્ર શ્રાવણ મહિનામાં આ સ્થળે આખો મહિનો શિવજીની મહાપૂજા થાય છે અને દૈનિક 5000થી વધુ માણસનું અહીં સદાવ્રત જમણ થાય છે. એટલું જ નહીં, અહીં સાધુ-બ્રાહ્મણોની ચોર્યાસી પણ થાય છે જેના દર્શન કરવા એક અનોખો લ્હાવો છે.શ્રાવણ માસમાં અનેક ભક્તો અહીં આવી મહાદેવજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ઘેલા નદી પણ પાણીથી છલોછલ ભરપૂર રહેતા આ મંદિરની અનેરી આભા ઊપસી આવે છે.

જસદણના નાયબ કલેકટર રાજેશ આલ
જસદણના નાયબ કલેકટર રાજેશ આલ

15મી સદીનું ઐતિહાસિક મહાદેવનું મંદિર
15મી સદીમાં આ મંદિરનું નિર્માણ રાજમાતા મીનદેવીએ કર્યું હતું. ઘેલા સોમનાથ મહાદેવ એ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલું મહાદેવનું પુરાતન મંદિર છે જે રાજકોટ શહેરથી 77 કિ.મી.ના અંતરે છે. ઘેલા (ઉન્મત ગંગા) નદીના કાંઠે આવેલા આ મંદિરનું નિર્માણ આશરે 15મી સદીમાં મીનળદેવીએ કરાવ્યું હતું. એવું મનાય છે કે મુસ્લિમોએ સોમનાથ મહાદેવ પર આક્રમણ કર્યું ત્યારે મીનળદેવી અને કેટલાક રાજપૂતો અસલ શિવલિંગને બચાવીને અહીં લઈ આવ્યા હતા.તેમની સાથે ઘેલો નામનો વાણિયો પણ હતો જે અહીં શિવાલયને બચાવવા આક્રમણખોર મુસ્લિમો સામેની લડાઈમાં શહીદ થતાં તેની યાદમાં નદીને ઘેલા નામ આપીને મહાદેવને ઘેલા સોમનાથ તરીકે ઓળખાવાયું અને ત્યારથી આ મહાદેવ ઘેલા સોમનાથ તરીકે ઓળખાવા લાગ્યું.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow