જનકલ્યાણની સેવા સાથે જિલ્લાના ૧૧ તાલુકાઓમાં આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

જનજનની સુખાકારી માટે હંમેશા વિચારતી રાજ્ય સરકાર દ્વારા જનતાને સરકારની કાર્યક્ષમ અને પારદર્શક વહીવટી પ્રક્રિયાનો સીધો લાભ મળે તે માટે સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.
જિલ્લામાં જેતપુરના કાગવડ ખાતે અને ધોરાજીના મોટી વાવડી ગામે તથા નગર કક્ષાએ જેતપુરમાં ગુજરાતી વાડી ખાતે અને ધોરાજીમાં સરદાર પટેલ ટાઉન હોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત ગોંડલમાં ગ્રામ્ય કક્ષાએ મોવીયા પ્રાથમિક શાળા ખાતે અને ગોંડલ શહેરમાં મામાદેવ મંદિર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
ઉલ્લેખનીય છે કે સેવાસેતુ કાર્યક્રમ હેઠળ આવકનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, આઈ.સી.ડી.એસ વિભાગની યોજનાઓ, આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ, વિધવા સહાય યોજના સહિતની આશરે ૫૬ જેટલી વિવિધ સુવિધાઓનો લાભ લઈને ગ્રામજનો સરકારના પારદર્શક વહિવટી કામગીરીના સાક્ષી બન્યા હતા અને મોટી સંખ્યામાં સેવાસેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો.