Jioની 5G કનેક્ટેડ એમ્બ્યુલન્સ

ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસમાં રિલાયન્સ જિયોએ એક 5G કનેક્ટેડ એમ્બ્યુલન્સ રજૂ કરી છે. આ એક એવી એમ્બ્યુલન્સ છે, જે દર્દી હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ તેની તમામ મહત્ત્વપૂર્ણ જાણકારી રિયલ ટાઈમમાં હોસ્પિટલને ડિજિટલ રીતે પહોંચાડશે.
મેડિકલ ઈમર્જન્સીની સ્થિતિમાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરો દર્દીનાં પહોંચતાં પહેલાં જ તમામ જરૂરી મેડિકલ વ્યવસ્થા કરી શકે છે. આ એમ્બ્યુલન્સ જોઈને ભવિષ્યમાં મેડિકલ ઈન્ડસ્ટ્રીનો ચહેરો કેટલો બદલાઈ જશે એનો અંદાજ તમે મેળવી શકો છો.
જિયો પેવેલિયનમાં એક રોબોટિક આર્મ પણ જોવા મળશે, જે એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ કરવામાં નિષ્ણાત છે. વાસ્તવમાં Jio True 5G દ્વારા હજારો માઇલ દૂર બેઠેલા રેડિયોલોજિસ્ટ અથવા સોનોગ્રાફર એને સરળતાથી ચલાવી શકે છે.
આ રોબોટિક આર્મ શહેરમાં બેઠેલા રેડિયોલોજિસ્ટને ગ્રામીણ દર્દીઓ સાથે સીધો જોડશે. એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ જેવી મૂળભૂત મેડિકલ જરૂરિયાતો માટે શહેરમાં ફરવું નહીં પડે અને રિપોર્ટ પણ ઘેરબેઠાં મળી શકશે.