જિનપિંગનો શાંતિ પ્રસ્તાવ ઢોંગ!

જિનપિંગનો શાંતિ પ્રસ્તાવ ઢોંગ!

ચીનના પ્રમુખ શી જિનપિંગ સોમવારે રશિયા પહોંચ્યા હતા. પ્રમુખ તરીકે ત્રીજા કાર્યકાળમાં તેમની આ પહેલી વિદેશયાત્રા છે. 10 વર્ષ પહેલાં તેઓ પહેલીવાર પ્રમુખ બન્યા ત્યારે પણ પ્રથમ વિદેશ યાત્રાએ મોસ્કો જ ગયા હતા. આ યાત્રા પહેલાં તેમણે કહ્યું હતું કે તેમની શાંતિ યોજનાથી યુક્રેન યુદ્ધનો અંત આવશે. જોકે તેમની આ યાત્રાનો મુખ્ય હેતુ અલગ પડી ગયેલા રશિયાને સમર્થન આપવાનો છે. નિષ્ણાતોએ કહ્યું છે કે આ યાત્રા મારફતે જિનપિંગ વ્યૂહાત્મક લાભ મેળવવા માંગે છે.

ચીન યુદ્ધ રોકવાની વાત કરે છે પરંતુ રશિયા સાથે તેના વધતા સંબંધના કારણે તેલ-ગેસ આયાતમાં વધારો થઇ રહ્યો છે. 2022માં ચીનને ક્રૂડ અને ગેસ પુરવઠો ક્રમશ: 44 ટકા અને 100 ટકા વધ્યો છે. બીજી બાજુ ચીનથી રશિયાની નિકાસ 12.8 ટકા વધી છે. ચીનના સેમી કન્ડક્ટરના સપ્લાયમાં બમણો વધારો થયો છે. આ યાત્રાના એજન્ડામાં રશિયા પાસેથી નવી ગેસ પાઇપલાઇન હાંસલ કરવાની બાબત પણ સામેલ છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow