જીવનમાં એકાદ-બે નિષ્ફ્ળતા આપણી સફળતાને શ્રેષ્ઠ બનાવવા માટે આવતી હોય
રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે ચાલી રહેલી 'શ્રી હનુમાન ચાલીસા યુવા કથા' સૌ રાજકોટ વાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની છે. કથાના ચોથા દિવસ હરિપ્રકાસદાસજી સ્વામીએ વ્યાસપીઠ ઉપરથી શ્રોતાગણોને પોતાની આગવી શૈલીમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવી યુવાનોને વ્યસન અને ફેશનથી દૂર રહેવા સંકેત આપી આપણી સંસ્કૃતિને સુભે તેવા વસ્ત્રો પહેરવા અપીલ કરી છે જયારે વધતા જતા આત્મહત્યાના કેસોને ધ્યાનમાં લઇ ખાસ નિસ્ફળતાથી હારી જીવન ન ટૂંકાવવા અપીલ કરી જીવનમાં એકાદ બે નિષ્ફ્ળતા આપણી સફળતાને શ્રેષ્ઠ બનાવવા માટે આવતી હોય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપી આત્મહત્યા ન કરવા હાથ જોડી અપીલ કરી હતી.
સ્વામી હરિપ્રકાશદાસજીએ પોતાની કથા દરમિયાન ચોથા દિવસે કહ્યું હતું કે, હું ફેશનનો વિરોધી નથી તમે સમય પ્રમાણે પહેરો ઓઢો એમાં વાંધો નથી પરંતુ આપણી સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરજો તમને જોઈ તમારા પિતાની આંખ ફરી જાય માથું શરમથી ઝૂકી જાય એવા વસ્ત્રો ન પહેરવા ખાસ અપીલ કરી છે. તેમાં પણ ઉદાહરણ આપતા કહ્યું કે એક બાપ દીકરીને બાજુ બેસાડી તેનો મોબાઈલ માંગે છે અને આ બે લાખના ફોનમાં પ્લાસ્ટિકના કવરની શું જરૂર છે જેના જવાબમાં દીકરી કહે છે મોબાઈલ ખરાબ ન થાય, તૂટી ન જાય, ધૂળ ના લાગે અને તેની સેફટી માટે છે ત્યારે બાપ દીકરીને કહે છે કરોડો રૂપિયા આપતા પણ ન મળે એવી કાયા ભગવાને તને આપી છે તેની પણ તું આટલી કાળજી રાખજે હું તારો બાપ છું જોઈ નથી શકતો એટલે કવ છું.