ઝાયડસ-પિંકાથોને ભારતમાં સ્તન કેન્સર અંગે જાગૃતતા ફેલાવવા હાથ મિલાવ્યા

ઝાયડસ-પિંકાથોને ભારતમાં સ્તન કેન્સર અંગે જાગૃતતા ફેલાવવા હાથ મિલાવ્યા

હેલ્થકેર કંપની ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ અને ભારતની સૌથી મોટી વુમન્સ રન પિંકાથોને સ્તન કેન્સર અને મહિલાઓના આરોગ્ય અંગે જાગૃતતા ફેલાવવા માટે તેમના દેશવ્યાપી સહયોગની આજે જાહેરાત કરી હતી. આ પહેલ એ ઝાયડસના "Easiest Exam" કેમ્પેઇનનો ભાગ છે જે તેની બીજી એડિશનનું આયોજન કરી રહી છે. આ કેમ્પેઇન એ વાત પર ભાર મૂકે છે કે દર મહિને એક સરળ 3 મિનિટની જાતે સ્તનની તપાસથી વહેલા નિદાન થકી જીવન બચાવવામાં મદદ મળી શકે છે. આ પ્રયાસના ભાગરૂપે ઝાયડસ પિંકાથોન 2025-26માં છ મુખ્ય શહેરોનો પ્રવાસ કરશે જેમાં દેશભરની 30,000થી વધુ મહિલાઓને સાંકળી લેવામાં આવશે. આ સફર એમએમઆરડીએ ગ્રાઉન્ડ્સ, બીકેસી ખાતે 21મી ડિસેમ્બર, 2025ના રોજ મુંબઈ પિંકાથોનની 10મી એડિશન સાથે શરૂ થશે જેના પછી બેંગાલુરુ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા અને ચેન્નઈમાં તેનું આયોજન થશે.

આ સત્તાવાર કાર્યક્રમનું ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિલ પટેલ, ઝાયડસ ફાઉન્ડેશનના વાઇસ-ચેરપર્સન મેહા પટેલ, અભિનેતા, જાણીતા ફિટનેસ આઇકોન તથા પિંકાથોનના સ્થાપક મિલિંદ સોમણ તથા ઇન્વિન્સિબલ વિમેનના સ્થાપક અંકિતા કોનવારે ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને પોતાના આરોગ્યને પ્રાથમિકતા આપવા માટે મહિલાઓને પ્રોત્સાહન આપવાના તેમના મિશનની રૂપરેખા આપી હતી. તેમણે ખાસ નિયમિત જાતે સ્તનની તપાસના મહત્વ તથા સ્તન કેન્સરમાં વહેલા નિદાન વિશે જાગૃતતા વધારવામાં ઝાયડસ પિંકાથોનની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

ઝાયડસ લાઇફસાયન્સિસના મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિલ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે "Easiest Exam" કેમ્પેઇન સાથે અમે મહિલાઓને એ માહિતી સાથે સશક્ત કરવા માંગીએ છીએ કે દર મહિને સરળ એવી 3 મિનિટની જાતે તપાસ કરવાથી જીવન બચાવી શકાય તેટલો ફરક પડી શકે છે. પિંકાથોન સાથે જોડાઈને અમારો ઉદ્દેશ્ય વધુને વધુ મહિલાઓ સુધી પહોંચવાનો, જાગૃતતા ફેલાવવાનો અને સ્તન કેન્સર સામેની લડાઈમાં સહયોગાત્મક કામગીરીને પ્રેરિત કરવાનો છે. અમે માનીએ છીએ કે મહિલાઓના આરોગ્ય તથા સ્તન કેન્સર અંગે જાગૃતતા ફેલાવવી એટલી જ મહત્વની છે કારણ કે વહેલા નિદાનમાં અનેક જિંદગીઓ બચાવવાની શક્તિ રહેલી છે.

Read more

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

રાજકોટમાં ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. જે ઘટનાના દોઢ વર્ષમાં જ તમામ 15 આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે. ટીઆરપી ગે

By Gujaratnow
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે (2 ડિસેમ્બર) લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન થયેલી અફરાતફરી મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ક્રિ

By Gujaratnow
દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ

દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ

કોંગ્રેસની જન આક્રોશ યાત્રા બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પહોચી હતી. જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના દાંતા-અમીરગઢના ધારાસભ્ય કાંતિ ખરાડી

By Gujaratnow